Side Effects: આવા લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ કાજુ, થઈ શકે છે મોટું નુકસાન

શું તમને પણ કાજુ ખાવાનો ખુબ શોખ છે? કાજુ ખુબ ભાવતા હોવ અને તમે પણ જો નિયમિત કાજુ ખાતા હોવ તો ચેતજો. અમુક કંડિશનમાં કાજુનું સેવન બની શકે છે નુકસાનકારક...જાણો વિગતવાર....

Side Effects: આવા લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ કાજુ, થઈ શકે છે મોટું નુકસાન

નવી દિલ્લીઃ કોઈ પણ વસ્તુને જરૂરિયાતથી વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે. પછી તે વસ્તુ આરોગ્ય માટે લાભદાયી જ કેમ ના હોય. કાજુ (Cashew)ને એન્ટીઓક્સિડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ પ્રોટીન, વિટામીન્સ અને પોટેશિયમનું સારુ પ્રમાણ હોય છે. પરંતુ જ્યારે કોઈ બીમારીથી પીડિત વ્યક્તિ આ કાજુને ખાય છે તો તે મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આજે તમને એવી બીમારીઓ વિશે જણાવીશું જેનાથી પીડિત દર્દીને કાજુને ઘણાં જ સમજી વિચારીને ખાવા જોઈએ.

1) માથામાં દુ:ખાવાની સમસ્યા-
ભારતમાં માથાના દુ:ખાવાની સમસ્યા સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ સમસ્યા બાદમાં માઈગ્રેનનું રૂપ ધારણ કરી લે છે. એટલે કે માઈગ્રેનની બીમારીથી પીડિત વ્યક્તિએ કાજુથી દૂર રહેવું જોઈએ. આરોગ્ય એક્સપર્ટ જણાવે છે કે કાજુમાં એમિનો એસિડ ટાઈરામિન અને ફેનેથાઈલમાઈન પણ હોય છે જે માથામાં દુ:ખાવાની સમસ્યાને વધારી શકે છે.

2) ડાયેટ કરતી વ્યક્તિ-
બદલતા જમાના સાથે લોકોના વિચારમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે દરેક વ્યક્તિ પોતાની જાતને ફિટ રાખવા માગે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો યોગ, જીમ કરવાની હરોળમાં ઉભા રહી ગયા છે. આ જ ક્રમમાં જો તમે તમારો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો કાજુને ભૂલથી પણ ખાતા નહીં. કારણ કે અંદાજિત 30 ગ્રામ જેટલા કાજુમાં 169 કેલરી અને 13.1 ફેટ હોય છે જેનાથી વજન ઘટવાની જગ્યાએ વધવા લાગે છે.

3) બ્લડપ્રેશરના દર્દી-
જો કોઈને હાઈ બીપીની સમસ્યા છે તો તે પોતાના ડાયેટમાંથી કાજુને હટાવી લે. કાજુમાં સોડિયમ હોય છે અને આ સોડિયમ બ્લડ પ્રેશરને વધારી દે છે. જેના કારણે સ્થિતિ ચિંતાજનક બની જાય છે.

4) દવાઓની અસર કરે છે ઓછી-
અંદાજિત 3-4 કાજુમાં 83.5mg મેગ્નેશિયમ હોય છે. આ જ મેગ્નેશિયમ ડાયાબિટીઝ, થાઈરોઈડની દવાઓ પર ભારે અસર કરે છે. એટલે કે દવાઓની અસરને ઓછી કરી દે છે. એટલે શુગરની સમસ્યાવાળા દર્દીઓએ કાજુ ખાવાની બિલકુલ સલાહ આપવામાં આવતી નથી. આમ કાજુ ભલે એક સર્વોત્તમ ડ્રાયફ્રૂટ છે પણ તેના કેટલાક એવા ગેરફાયદા પણ છે જે કેટલીક બીમારીઓથી પીડાતા લોકોએ ધ્યાનથી વાંચવા જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગે પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news