શું રોજ દહીં ખાવું નુકસાનકારક છે?, જાણો શું કહે છે નિષ્ણાતો

દહીંમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેને ખાવાથી શરીરને ઘણા તત્વો શરળતાથી મળી જાય છે. ઘણા લોકો દહીંનું ખુબ સેવન કરે છે. તો કેટલાક લોકો ઓછું સેવન કરતા હોય છે. જાણો દહીં ખાવાના ફાયદા.
 

શું રોજ દહીં ખાવું નુકસાનકારક છે?, જાણો શું કહે છે નિષ્ણાતો

Curd Effects : દહીં ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હેલ્ધી ફૂડ છે. ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે. દહીં ખાય શરીર માટે ઘણા પોષક તત્વોને પૂરા કરી શકાય છે. પરંતુ શું દરરોજ દહીનું સેવન યોગ્ય છે કે પછી તેના કોઈ નુકસાન થઈ શકે છે. તેને લઈને એક્સપર્ટનું કહેવું છે કે જો તમારૂ શરીર સ્વસ્થ છે અને તમે સીમિત માત્રામાં દહીં ખાય રહ્યાં છો તો તેની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નહીં થાય પરંતુ જો રાત્રે દહીં ખાય છો તો તેના કારણે કફ બને છે તો ડોક્ટર તેના સેવનની ના પાડે છે. તેવામાં જાણો દરરોજ દહીં ખાવાથી શરીર પર શું ઇફેક્ટ્સ થાય છે. 

દહીંથી મળે છે પ્રોટીન
શરીરના સેલ્સને વધારવા માટે એમિનો એસિડની જરૂરીયાત હોય છે, જે પ્રોટીનથી મળે છે. મસલ્સ, સ્કિન, વાળ, નખ બધુ પ્રોટીનથી બને છે. તેવામાં જો દરરોજ પ્રોટીન શરીર સુધી પહોંચે છે તો દહીં સારૂ માધ્યમ છે.  USDA અનુસાર 100 ગ્રામ દહીં ખાય 11.1 ગ્રામ પ્રોટીનની પૂર્તિ કરી શકાય છે. 

પ્રોબાયોટિક્સ
આંતરડામાં ઘણા બેક્ટીરિયા હોય છે, જે ભોજન પચાવવાથી લઈને પોષણ સુધીમાં મદદ કરે છે. તેની સંખ્યા બનાવી રાખવામાં દહીં મદદરૂપ હોય છે. તેને ખાવાથી કબજીયાત, બ્લોટિંગ, ગેસ, પેટમાં ગરમી જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 

કેલ્શિયમ
આપણા શરીરના હાડકાં માટે કેલ્શિયમ ખુબ જરૂરી છે. તેની કમીથી હાડકાં નબળા પડવા લાગે છે. તેવામાં દહીં ખાયને કેલ્શિયમની પૂર્તિ કરી શકાય છે. દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. 

વિટામિન બી12
શરીરમાં નસો, મગજ અને લોહી માટે વિટામિન બી12 જરૂરી હોય છે. આ વિટામિન ઘણા ફૂડ્સમાં હોય છે. તેની કમી આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. કારણ કે દહીં દૂધથી બને છે, તેથી તેનાથી વિટામિન બી12ની થોડી માત્રા પ્રાપ્ત કરી શકાય છે. 

એનર્જી
જો તમને ખુબ થાક અને નબળાઈ દેખાય રહી હોય તો દહીં ખાવી જોઈએ. તેને ખાવાથી એનર્જી અને તાજગી મળે છે અને થાક દૂર થાય છે. દરરોજ સીમિત માત્રામાં દહીં ખાવાથી શરીરને ઘણા ફાયદા પહોંચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news