કબૂતરબાજી કૌભાંડમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોનાં નામ ખુલ્યા, જાણો શું થયો મોટો ઘટસ્ફોટ?

મુસાફરો હવે ભારત પરત ફર્યા છે, ત્યારે ભારતની તપાસ એજન્સીઓએ મોરચો સંભાળ્યો છે. 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામની પુષ્ટિ થઈ ચૂકી છે, ત્યારે Cid ક્રાઇમએ કબૂતરબાજીની દિશામાં તપાસ શરૂ કરી છે. રેકેટની તપાસ માટે 4 DYSP સહિત 16 અધિકારીઓની 4 ટીમો બનાવવામાં આવી છે. જે ભોગ બનનારાઓના નિવેદન લઈને એજન્ટો સામે તપાસ કરશે.

કબૂતરબાજી કૌભાંડમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોનાં નામ ખુલ્યા, જાણો શું થયો મોટો ઘટસ્ફોટ?

ઝી બ્યુરો/અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા જતા 300થી વધુ ભારતીયોને ફ્રાન્સના એરપોર્ટ પરથી જ ભારત ડિપોર્ટ કરાયા છે. આમાંથી મોટાભાગનાં મુસાફરો મુંબઈ આવી પહોંચ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડ્યંત્રમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને 21 જેટલા ગુજરાતી મુસાફરોનાં નામ ખુલ્યા છે. હવે એજન્ટો અને પરિવારોની સીઆઈડી તપાસ કરશે. જેમાં એજન્ટોએ કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા હતા અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરાઈ છે. તેમની પૂછપરછમાં કબૂતરબાજીના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.

તપાસમાં 4 DySPની 16 પોલીસ અધિકારીઓની ટીમ
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડ્યંત્રનો ખુલાસો થયા પછી 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે. આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હવે કબૂતરબાજી અને એજન્ટને લઇને CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે. તપાસમાં 4 DySPની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ભોગ બનનારના પરિવારના નિવેદનો લઈને CID ક્રાઇમ તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમ આ તપાસમાં જોડાઈ છે. તપાસમાં તમામ યાત્રીઓના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. અને એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતીઓને વિદેશ મોકનારા એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઇ છે. 

મહત્વનું છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટેનું કબૂતરબાજીનું નેટવર્ક એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યું છે. કબૂતરબાજીમાં ફક્ત ગુજરાત જ નહીં પણ દેશના ઘણા રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાની આશંકા પ્રબળ બની છે. માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સના એરપોર્ટ પર ચાર દિવસ સુધી અટકાવી રાખવામાં આવેલું વિમાન આખરે મુંબઈ પહોંચ્યું હતું. ફ્લાઈટના યાત્રિકો જ્યારે એરપોર્ટની બહાર આવ્યા, ત્યારે તમામના મોઢા સિવાયેલા હતા. કોઈએ પત્રકારોના એક સવાલનો જવાબ ન આપ્યો. મોટાભાગનાં મુસાફરો પોતાનો ચહેરો છૂપાવતા નજરે પડ્યાં હતા.

વિમાનમાં 303 ભારતીયો સવાર હતા
મધ્ય અમેરિકાના નિકારાગુઆ જતા રોમાનિયાની લીજેન્ડ એરલાઈન્સના વિમાનમાં 303 ભારતીયો સવાર હતા. એમાં પણ 96 જેટલા પ્રવાસીઓ ફક્ત ઉત્તર ગુજરાતના અને પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર તેમજ આણંદના રહેવાસી છે. માનવ તસ્કરીની આશંકામાં ફ્રાન્સનાં આ તમામ યાત્રિકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ તમામ મુસાફરો અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હોવાનું જણાવાય છે.

 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામની પુષ્ટિ
એવી પણ માહિતી સામે આવી છે કે ફ્લાઈટના 300 જેટલા પ્રવાસીઓમાંથી 50 જેટલા પ્રવાસીઓ ભારત પરત આવ્યા નથી, તેમણે ફ્રાન્સમાં શરણ  લેવા માટે અરજી કરી છે. નવાઈની વાત એ છે કે મુસાફરોમાં એક 21 મહિનાનું બાળક અને 11 સગીર પણ છે, જેમના માતાપિતા તેમની સાથે નથી. કેટલાક મુસાફરો દક્ષિણ ભારતના હોવાનું પણ સામે આવ્યું છે. મુસાફરો હવે ભારત પરત ફર્યા છે, ત્યારે ભારતની તપાસ એજન્સીઓએ મોરચો સંભાળ્યો છે. 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામની પુષ્ટિ થઈ ચૂકી છે, ત્યારે Cid ક્રાઇમએ કબૂતરબાજીની દિશામાં તપાસ શરૂ કરી છે. રેકેટની તપાસ માટે 4 DYSP સહિત 16 અધિકારીઓની 4 ટીમો બનાવવામાં આવી છે. જે ભોગ બનનારાઓના નિવેદન લઈને એજન્ટો સામે તપાસ કરશે.

સીઆઈડી ક્રાઈમે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા
ગુજરાતીઓના એક વર્ગ માટે અમેરિકા અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસવા માટે કબૂરતબાજીનો માર્ગ નવી બાબત નથી. સીઆઈડી ક્રાઈમે તાજેતરમાં જ વિઝા કન્સલટન્ટ અને એજન્ટોને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આ સમગ્ર કવાયત કબૂતરબાજીના ગોરખધંધા સાથે જોડાયેલા એજન્ટોનો પર્દાફાશ કરવા માટે હતી. આ દરમિયાન કેટલાક એજન્ટોની ધરપકડ પણ કરાઈ, તેમની પાસેથી નકલી માર્કશીટ, ડીગ્રી સર્ટિફિકેટ, વર્ક એક્સપિરિયન્સ લેટર અને નોટરીના સિક્કા મળ્યા હતા. આ તમામ નકલી દસ્તાવેજોનો ઉપયોગ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવે છે.

CIDના અધિકારીઓનું માનીએ તો કબૂતરબાજીનું એક દેશવ્યાપી નેટવર્ક ચાલતું હોવાની પૂરેપૂરી શક્યતા છે. જે એજન્ટ પકડાયા છે, તેઓ આ નેટવર્કનો હિસ્સો માત્ર છે, જો કે સૂત્રધાર બીજું જ કોઈક છે...તેને પકડવા માટે કેન્દ્રની એજન્સીઓ પણ કામ લાગી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news