અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ કરમસદના યુવકને અશ્વેતોએ મારી ગોળી, જાણો શું હતું કારણ?
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમેરિકામાં મૂળ ગુજરાતી યુવકની ધોળા દિવસે ઘરમાં ઘૂસી લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાથી ગુજરાતી સમાજમાં ફરી એકવાર રોષ ફાટી નીકળ્યો છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: અમેરિકામાં (America) વારંવાર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની હત્યાના સમાચાર આવતા રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર અમેરિકામાં એક ગુજરાતીની (Gujarati) હત્યા થયાનું સામે આવ્યુ છે. મૂળ કરમસદના પીનલ પટેલની અમેરિકાના એટલાન્ટામાં ગોળી વાગતા મોત થયુ છે. ઘરમાં લૂંટ કરવા આવેલા 3 શખ્સોએ ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો છે.
આ ઘટનામાં પીનલ પટેલની પત્ની અને દીકરીને પણ ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાને લઇને ફરી એકવાર ગુજરાતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમેરિકામાં મૂળ ગુજરાતી યુવકની ધોળા દિવસે ઘરમાં ઘૂસી લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાથી ગુજરાતી સમાજમાં ફરી એકવાર રોષ ફાટી નીકળ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના એટલાન્ટા સીટીમાં રહેતા મૂળ કરમસદના યુવકની કરપીણ હત્યા થઈ છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો હતો. પરિવાર જ્યારે બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતીમાં લૂંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં મુળ કરમસદના વતની અને 52 વર્ષીય પીનલભાઈ પટેલનું કરૂણ મોત થયું છે. જ્યારે રુપલબેન પીનલભાઈ પટેલ (ઉ 50) અને ભક્તિ પીનલભાઈ પટેલ (ઉ.17) ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં વસાવે ગુજરાત’ આ પંક્તિને સાચી માનો કે ખોટી પણ એક દ્રષ્ટ્રિએ જોઈએ તો દિવસેને દિવસે વિદેશમાં જાણે ગુજરાતી લોકોને જ ટાર્ગેટ રાખીને તેમનાં પર થતા હુમલાની સંખ્યા વધી રહી છે. પંક્તિને આધારિત માનીએ તો જ્યાં ગુજરાતી લોકો વસતા હોય ત્યાં તેઓ શાંતિ અને ભાઈચારાની ભાવના ફે્લાવતા હોય છે.
ગુજરાતમાંથી અનેક લોકો પોતાનો પરિવાર ગુજરાતમાં છોડીને કે પછી પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે. નોકરી કે પોતાના વ્યવસાય જમાવીને વિદેશમાં વસવાટ કરતા થયા છે. એક અહેવાલ અનુસાર વિદેશમાં રહેતા ગુજરાતીઓની સંખ્યા અમેરિકામાં વધારે છે. તેની સામે ગુજરાતીઓ પર થયેલા હુમલાની સંખ્યા પણ વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે