વ્યાજખોરોને હવે 'વારો' પડી જશે! અમદાવાદમાં પોલીસ કમિશનરનો એક નવો જ પ્રયોગ
મહત્વનું છે કે વ્યાજખોરી અંગેની પ્રવુતિનો ભોગ બનેલ વ્યક્તિઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે સબંધિત ઝોનના ડીસીપી નો સંપર્ક કરવાનો રહેશે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે વ્યાજખોરો વિરુદ્ધ માં કુલ 234 જેટલી અરજીઓ પોલીસને મળી હતી
Trending Photos
અમદાવાદ: શહેરના કેટલાક શખ્સો જરૂરિયાતમંદ લોકોને નાણા ધીરીને ગેરકાયદેસર રીતે અનેક ગણું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેને લઈ ગેરકાયદેસર રીતે ચાલતી વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 5 મી જાન્યુઆરી થી 31મી જાન્યુઆરી સુધી એટલે કે 27 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 7 DCP નોડલ ઓફિસર તરીકે કામગીરી કરશે.
આ ડ્રાઈવ દરમિયાન વ્યાજખોરીનો ભોગ બનનારે DCPને મળીને રજૂઆત કરવાની રહેશે. આ 27 દિવસની ડ્રાઈવમાં પોલીસ વ્યાજખોરીને ડામવા માટે તમામ પ્રયત્નો હાથ ધરશે. પોલીસના આ લોક દરબારમાં વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે દરેક ઝોનના ડીસીપીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એટલું જ નહીં પણ આ ડ્રાઈવ દરમ્યાન અરજદાર પોતે પોતાના ઝોનના નોડલ ઓફીસરને રૂબરૂ મળી શકશે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ બાબતે લોક દરબારનું આયોજન કરશે.
મહત્વનું છે કે વ્યાજખોરી અંગેની પ્રવુતિનો ભોગ બનેલ વ્યક્તિઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે સબંધિત ઝોનના ડીસીપી નો સંપર્ક કરવાનો રહેશે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે વ્યાજખોરો વિરુદ્ધ માં કુલ 234 જેટલી અરજીઓ પોલીસને મળી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને કડક કાર્યવાહી માટે આદેશ આપ્યા છે. ગત ડીસેમ્બર મહિનામાં રાજકોટ આવેલ ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરી મામલે નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે, આ પ્રકારના કૃત્ય ચલાવી નહિ લેવામાં આવે. વ્યાજખોરોના ત્રાસ મામલે જે અરજીઓ મળે છે તેના પર ગુજરાત પોલીસ કડક હાથે કામ કરી રહી છે. જેના ભાગપે શહેર પોલીસ કમિશનરે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. જેને લોકો પણ આવકારી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે