રખડતા ઢોરને લઇ સૌથી મોટા સમાચાર; AMC એ બનાવી નવી પોલીસી, પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ જાહેર કરેલી નવી પોલીસી પ્રમાણે ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે.

રખડતા ઢોરને લઇ સૌથી મોટા સમાચાર; AMC એ બનાવી નવી પોલીસી, પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે શહેરમાં રખડતા ઢોર મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે. જેના કારણે હવે રખડતા ઢોર પર અકુંશ આવશે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ જાહેર કરેલી નવી પોલીસી પ્રમાણે ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે. એએસસી પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે. લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો છે, જેમાં ત્રણ વર્ષની મુદતની જોગવાઈ કરવામાં આવી છે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.

AMC એ જાહેર કરેલી નવી પોલીસી પ્રમાણે પાંજરાપોળ અને ગોશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવામા રહેશે. પરંતુ તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત.. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યારબાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહી તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. 

નવી પોલીસીમાં પશુઓના ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ઢોર દિઠ રૂપિયા 200નું રજીસ્ટ્રશન કરવું પડશે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે. હાલ એએમસી દ્વારા શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા છે. હવે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news