AMC પોલીસની JETની દબંગ કાર્યવાહી, એક જ દિવસમાં લાખોનો દંડ વસૂલ્યો

AMC પોલીસની JETની દબંગ કાર્યવાહી કરવામાં આવી પ્રથમ દિવસે જ શહેરમાંથી રૂપિયા 15.61 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. શહેરના કુલ 48 વોર્ડમાં કરાઈ સઘન કામગીરી કરી  2000 જેટલી નોટિસ આપવામાં આવી શહેરમાં ગંદકી કરનારાઓ અને દબાણ કરનારાઓ તેમજ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે AMC અને પોલીસની સંયુક્ત કાર્યવાહી કરી છે. 

AMC પોલીસની JETની દબંગ કાર્યવાહી, એક જ દિવસમાં લાખોનો દંડ વસૂલ્યો

અર્પણ કાયદાવાલ/અમદાવાદ: AMC પોલીસની JETની દબંગ કાર્યવાહી કરવામાં આવી પ્રથમ દિવસે જ શહેરમાંથી રૂપિયા 15.61 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. શહેરના કુલ 48 વોર્ડમાં કરાઈ સઘન કામગીરી કરી  2000 જેટલી નોટિસ આપવામાં આવી શહેરમાં ગંદકી કરનારાઓ અને દબાણ કરનારાઓ તેમજ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે AMC અને પોલીસની સંયુક્ત કાર્યવાહી કરી છે. 

જાહેરમાં થૂંકનારાઓ અને ગંદકી કરનારા સામે AMCએ કાર્યવાહી કરી દંડ વસૂલ કર્યો છે. શહેરના 48 વોર્ડમાં એકસાથે વહેલી સવારથી આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો 40 માઇક્રોનથી નબળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે અને દબાણ કરનારા દુકાનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

એએમસી અને પોલીસની કાર્યવાહીથી અમદાવાદમાં પ્રથમ દિવસે જ 15.61 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. શહેરના 48 જેટલા વોર્ડમાં સઘન કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 40 માઇક્રોનથી નબળા પ્લાસ્ટિક ઉપયોગ કરનાર વેપારીઓને પણ નોટિસ ફટકારી અને લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news