અંબાલાલ પટેલની નવી ભયાનક આગાહી: ગુજરાતમાં 23 સપ્ટેમ્બર બાદ આ વિસ્તારોમાં આભ ફાટશે!
Gujarat Heavy To Heavy Rains: અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
હવામાન વિભાગ દ્વારા આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્ચારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે