પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી; સોમવાર સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન?
ગુજરાતના હવામાન અંગે 2023નું વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
Trending Photos
Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે. હાલ તો ઠંડી નહિ વધે પરંતું આગામી 10 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. આ સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર આપ્યા છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે. જે દિવસ દરમિયાન એવરેજ 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. આગાહી અનુસાર, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે, તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી (Forecast) કરી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડશે.
ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે. એટલે ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર સુધી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે.
15મી જાન્યુઆરીના દિવસે પવન કેવો રહેશે?
વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.
ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.
24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમા ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે. હવે 2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે