વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી આવ્યો ગુજરાતના વાતાવરણમાં પલટો, લાગી રહ્યાં છે કંઈક નવાજૂનીના એંધાણ!
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. કરા, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે.
Trending Photos
Gujarat Weather Forecast 2023/ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં પણ શિયાળાને બદલે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. થોડીવાર ઠંડી લાગે છે તો થોડીવાર ગરમીનો અહેસાસ થાય છે. અધુરામાં પુરું અમુક સમયે વાદળછાયા વાતાવરને કારણે ચોમાસા જેવી ફિલિંગ્સ આવે છે. આ બધાનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. એ જ કારણ છેકે, સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.
આ પણ ખાસ વાંચોઃ પ્રેમિકાને ભુવા પાસે વિધિ કરાવવા લઈ ગયો પ્રેમી, અંધારી ઓરડીમાં આખી રાત ધુણ્યો ભુવો!
આ પણ ખાસ વાંચોઃ ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા ગુજરાત સરકારે આપી છેલ્લી તક, મળી રહ્યો છે મોટો લાભ!
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું છેકે, બદલાતા વાતાવરણને પગલે ખાસ કરીને વેસ્ટર્ન ડેસ્ટર્બન્સની અસરને પગલે ઠંડીમાં ઘટાડો થશે. સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીએ પહોંચ્યું છે. શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોંચ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટ્યા પછી ઠંડી વધે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. વેરાવળ, ડીસા, અમદાવાદ, વડોદરામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ પણ ખાસ વાંચોઃ મશરૂમની વાત તો અફવા છે, ફિટ રહેવા નિયમિત આ વસ્તુ ખાય છે PM મોદી! દૂર રહે છે કેન્સર
આ પણ ખાસ વાંચોઃ શિયાળામાં સવારે અમદાવાદ નજીકની આ જગ્યાએ પહોંશો તો જોવા મળશે ઝન્નત! ચુકતા નહીં મોકો
આ પણ ખાસ વાંચોઃ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, હિમાલયથી થોળ પહોંચ્યા પક્ષીઓ, ગત વર્ષે તેમને લગાવાયેલાં GPS
ગુજરાતભરમાં 16થી 20ની વચ્ચે કંઈક નવું થશે!
ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે.
આ પણ ખાસ વાંચોઃ ભૂતને સિગારેટ પીવડાવો થઈ જાય છે કામ! ખેડૂતો કેમ પહેલો પાક આ ભૂતિયા મંદિરે ધરાવે છે?
આ પણ ખાસ વાંચોઃ ડાયમંડનગરીની ચમક સાથે શહેરની સુરત બદલી નાંખશે ડાયમંડ બુર્સ! જાણો કેવું છે પ્લાનિંગ
આ પણ ખાસ વાંચોઃ મીટિંગના બહાને થાઈલેન્ડ જઈ શું ધંધા કરે છે ગુજરાતીઓ? પત્નીઓ જાણો તમારા 'એમની' આ ચાલ
માવઠાની સિસ્ટમ રચાશેઃ
શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત હૂરી છે. જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે.
23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે-
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. કરા, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
ઠંડી અંગે અંબાલાલ પટેલે શું કહ્યું?
ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થઈ શકે છે.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં ક્યાં છે 'સેમ બહાદુર'નું ઘર, નામનો માર્ગ, બ્રિજ? ના જાણતા હોય તો લાનત છે!
આ પણ ખાસ વાંચોઃ લતીફના ઘરમાં ઘુસી દાઉદના સાગરીતના લમણે બંદૂક મૂકી ઉઠાવી લેનાર ગુજરાતના મહિલા સિંઘમ
આ પણ ખાસ વાંચોઃ એ કોઈ મંદિરમાં દર્શન કરવા જાય તો પુજારી પણ કહેતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ આયા!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે