સ્વતંત્રતા પર્વના દિવસે જ અંબાજી મંદિરને મળ્યું સોનાનું મોટું દાન, રાજકોટના માઈભક્તે નામ ગુપ્ત રાખ્યું
અંબાજી મંદિરને આજે સોનાનું મોટું દાન મળ્યું છે. રાજકોટના એક માઇ ભક્ત દ્વારા સોનાનું મોટું દાન કરવામાં આવ્યું છે. આ માઈભક્તે અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: સ્વતંત્રતા પર્વના દિવસે જ શક્તિપીઠ અંબાજી મંદિરને સોનાનું દાન મળ્યું છે.. રાજકોટના માઈ ભક્તએ 33 લાખ 48 હજારની કિંમતના 558 ગ્રામ સોનાના બિસ્કીટનું દાન કર્યુ છે. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાનો નિર્ધાર છે ત્યારે રાજકોટના એક ભક્તએ મંદિરને લાખો રૂપિયાના સોનાનું દાન કર્યુ છે. સાથે જ રાજકોટના અન્ય ભક્તો દ્વારા અંબાજી મંદિરના દર્શન કરીને શિખર પર ધજા પણ ચડાવી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અંબાજી મંદિરને આજે સોનાનું મોટું દાન મળ્યું છે. રાજકોટના એક માઇ ભક્ત દ્વારા સોનાનું મોટું દાન કરવામાં આવ્યું છે. આ માઈભક્તે અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે, જેની બજાર કિંમત 33 લાખ 48 હજારની આસપાસ થાય છે. રાજકોટના માઇ ભક્તે સોનાના બિસ્કીટ ભેટ સ્વરૂપે અંબેને અર્પણ કર્યા છે. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં 15મી ઓગસ્ટે મોટું દાન કર્યું છે.
અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે સોનાનું દાન કરાયું હોય તેવી માહિતી મળી રહી છે. પરંતુ રાજકોટના ભક્તે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. જ્યારે રાજકોટના અન્ય ભક્તો દ્વારા અંબાજી મંદિરના દર્શન કર્યા અને શિખર પર ધજા ચઢાવી છે. 15મી ઓગસ્ટના દિવસે રાજકોટથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. એટલું જ નહીં, સમગ્ર રાજ્યના અંબાજી મંદિર પરિસરમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા છે.
અંબાજી મંદિરમાં ભક્તોએ માતાને ચઢાવેલા સોના અંગે લેવાયો મોટો નિર્ણય
પ્રજા અને મોટી સંસ્થાઓ પાસે પડેલાં સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સોનું મેળવી તેના પર વ્યાજ આપવા માટેની એક ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ લીધો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના ઘરેણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. કુલ 167 કિલો જેટલું સોનું બેંકમાં ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી 3 કિલો જેટલું સોનું હાલમાં જ મૂકવામાં આવ્યું છે. ઓ સોનાથી મળતા વ્યાજની રકમને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શને આવતા લોકોની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે.
પ્રજા અને મોટી સંસ્થાઓ પાસે પડેલાં સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા સોનું મેળવી ઉપર વ્યાજ આપવાં માટેની એક ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. અને જે યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ લીધો છે. અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાન માં મળેલાં સોનાંનાં ઘરેણાં જે એક્ત્રીત કરવામાં આવ્યા હતા. તેને ગોલ્ડ મોનીટાઇજેસન સ્કીમમાં મુકવાની રાજ્ય સરકાર પાસેથી સૈદ્ધાંતીક મંજુરી મેળવાઈ હતી. તેના મંદિર ટ્રસ્ટે મંદિરમાં માતાજીને ચઢેલાં વિવિધ દાગીના સ્વરૂપે મેળવેલાં સોનાનાં જથ્થાને પીગાળાવી તેને બીસ્કીટ સ્વરૂપે બનાવ્યા હતા.
અંબાજીમાં મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને એસએમડી સિદ્ધી વર્માએ જણાવ્યું કે, કુલ સાત તબક્કામાં કુલ 167 કીલો જેટલું સોનું બેંકમાં આ ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમમાં મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી આઠમી વખત થોડા સમય પહેલા 3 કિલો જેટલુ સોનુ ગોલ્ડ મોનીટાઇઝેસન સ્કીમમાં મુકવામાં આવ્યુ છે. જેનું મળતું વ્યાજની રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરે દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુંઓની વિવિધ સુખસુવિધા માટે વાપરવામાં આવે છે તેમ વહીવટદારે જણાવ્યુ હતુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે