પુરૂષો નથી કરી શકતા તેવું કામ કરે છે આ ગુજરાતી મહિલા
આણંદના અલ્પા પટેલ આપ માનીના શકો કે, કોઇ સ્ત્રી સમશાનમાં જઇ 273 બિનવારસી લાશોને અગ્નિદાહ આપે છે તે પણ પૂર્ણ હિન્દુ વિધી પ્રમાણે. સાથે સાથે તેના અસ્થિવિસર્જન સુધીની જવાબદારી ઘરના સભ્યોની જેમ નિભાવે છે.
Trending Photos
લાલજી પાનસુરીયા, આણંદ: સ્ત્રી સશક્તિ કરણની વાતો તો પ્રચાર માધ્યમોમાં ખુબ થતી હોય છે અને ઘણી સ્ત્રીઓ થઇ પણ છે. તેમાના એક છે આણંદના અલ્પા પટેલ આપ માનીના શકો કે, કોઇ સ્ત્રી સમશાનમાં જઇ 273 બિનવારસી લાશોને અગ્નિદાહ આપે છે તે પણ પૂર્ણ હિન્દુ વિધી પ્રમાણે. સાથે સાથે તેના અસ્થિવિસર્જન સુધીની જવાબદારી ઘરના સભ્યોની જેમ નિભાવે છે.
શાસ્ત્રો મુજબ મહિલાઓ સમશાનમાં જઇ શક્તિ નથી. તેમ છતાં વડીલોના માર્ગદર્શન લીધા બાદ બિનવારસી લાશોને અગ્નિદાહ આપવાનું બીડુ અલ્પાબેને ઉપાડ્યું છે. તેમા ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો હતો અને શરૂઆતમાં થોડી બીક પણ લાગતી હતી. તેમ છતાં હિંમત રાખી જેનુ આ સંસારમાં કોઇ નથી તેના અલ્પાબેન પરિવારના સભ્ય બની તેને અગ્નિદાહ આપે છે.
બિનવારસી લાશોમાં મુખ્ય અશ્ક્ત અને બે સહારા લોકોની હોય છે અને મોટે ભાગે બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન પર તેવો અંતીમ શ્વાસ લેતા હોય છે. પોલીસને જાણ થતા પ્રથમ પીએમ માટે લઇ જવામાં આવે છે. ત્યારબાદ અલ્પા પટેલની સસ્થા નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંધને ફોન કરવામાં આવે છે. અલ્પાબેન અને તેની ટીમ દ્રારા આ બિનવારસી લાશનો કબ્જો લઇ કૈલાશ ભુમી ખાતે તેનો અગ્નિદાહ કરવામાં આવે છે.
સમશાન એટલે સામન્ય રીતે ભુત પ્રેત વાળી જગ્યા જ્યાં પૂરૂષો જતા પણ ઘણીવાર ડરતા હોય છે. ત્યાં અલ્પાબેન કોઇ પણ જાતની બીક વગર પૂર્રી શ્રધ્ધા સાથે આવેલ બિનવારસી લાશોને અગ્નિદાહ આપે છે અને બીજા દિવસે તેના અસ્થિ લેવા પણ જાતે જાય છે. અસ્થિ લઇ હરિદ્રાર સુધી પહોંચાડી તેનુ શાસ્તોક વીધી પ્રમાણે વિસર્જન કરવામાં આવે છે. આવી સેવા ભારતમાં તો શું વિશ્વમાં ભાગ્યે કોઇ સ્ત્રી કરતી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે