'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ ઉઠાવ્યો સળગતો સવાલ

સુરત શહેરના ઉધના, પાંડેસરા, ડીંડોલી, જેવા  વિસ્તારો ગુનાખોરીને લઈને અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. અસામાજિક તત્વોની ગુનાખોરીને લઈને ખુદ ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ ફોગવાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે.

'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ ઉઠાવ્યો સળગતો સવાલ

પ્રશાંત ઢીવરે/સુરત: ભાજપના ધારાસભ્ય મનુ ભાઈ ફોગવાએ કલેકટર કચેરી ખાતે સંકલનની બેઠકમાં પોતાના મત વિસ્તાર પાંડેસરામાં ટેક્સટાઇલ એકમોમાં કામ કરતા કારીગરો પાસેથી નાણાંની લૂંટ ચલાવતી ટોળકી સક્રિય થઇ હોવાનો મુદ્દો ઊઠાવ્યો છે. તેમજ નાગસેન નગરમાં ચાલતા દારૂના અડ્ડાઓના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ત્યાંની બહેનો નાની ઉંમરે વિધવા બની રહી છે. સાથે જ પાંડેસરા જીઆઇડીસીમાં કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડાતું હોવાની પણ સંકલનમાં ફરિયાદ કરી છે. 

સુરત શહેરના ઉધના, પાંડેસરા, ડીંડોલી, જેવા  વિસ્તારો ગુનાખોરીને લઈને અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. અસામાજિક તત્વોની ગુનાખોરીને લઈને ખુદ ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ ફોગવાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે. તેઓએ સંકલનની બેઠકમાં રજૂઆતો કરી હતી કે ઉધના વિસ્તારમાં ટેક્સટાઇલ એકમોમાં કામ કરતા કારીગરો પાસેથી નાણાંની લૂંટ ચલાવતી ટોળકી સક્રિય થઇ છે. પાંડેસરા મારૃતિ ઇન્ડસ્ટ્રીલ પાસે નવી પોલીસ ચોકી બનાવવા રજૂઆત થઇ છે. તેમજ ઉધના વિસ્તારમાં પુરવઠા ઝોન કચેરી બનાવવા રજૂઆત થઇ હતી. 

વધુમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે મારા જ મત વિસ્તારમાં આવેલ પાંડેસરાના મારુતિ ઇન્ડસ્ટ્રીઝ કામ કરતા કારીગરોને પગારના સમયે આ સામાજિક તત્વ તેમને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લેતા હોય છે.સાથે જ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ સામે આવેલ નાગસેન નગરમાં ચાલતા દારૂના અડ્ડાના કારણે  યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નાની ઉંમરે જ બહેનોને વિધવા થવાનો વારો આવી રહ્યો છે. વહેલી તકે  અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી આવે તેવી માંગ કરવામાં આવી છે,

આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં સ્લમ તથા શ્રમિકની સંખ્યા વધુ હોવાથી પુરવઠા ઝોનની કચેરીનું વિભાજન કરી નવી ઝોન કચેરી માંગ કરી હતી. તેમજ  પાંડેસરા જીઆઇડીસી માંથી કેમિકલ યુકત પાણી ખાડીઓમાં છોડવામાં આવતુ હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો. ધારાસભ્યની રજૂઆતને લઈ જિલ્લા કલેકટરે જીપીસીબીના અધિકારીને સ્થળ તપાસ કરવા આદેશ કર્યો હતો. ભાજપના ધારાસભ્ય રજૂઆતને લઈ તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે શું તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news