અમદાવાદ કોર્પોરેશને તમામ મોલ્સ કરાવ્યા બંધ, પોલીસ પણ કરશે કડક કાર્યવાહી

લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ-કરીયાણાની દુકાન- મોલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ડી માર્ટ, ઓશિયા માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ સહિતના તમામ 36 મોલ અને સ્ટોરને બંધ રાખવા માટેના નિર્દેશ આપ્યા છે. આ સ્ટોરને હવે માત્ર હોમ ડિલિવરી માટે જ ખુલ્લા રાખી શકાશે. અલગ અલગ વિસ્તાર અનુસાર તમામ સ્ટોર બંધ રાખવા માટે નામ સાથે આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ કોર્પોરેશને તમામ મોલ્સ કરાવ્યા બંધ, પોલીસ પણ કરશે કડક કાર્યવાહી

અમદાવાદ : લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ-કરીયાણાની દુકાન- મોલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ડી માર્ટ, ઓશિયા માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ સહિતના તમામ 36 મોલ અને સ્ટોરને બંધ રાખવા માટેના નિર્દેશ આપ્યા છે. આ સ્ટોરને હવે માત્ર હોમ ડિલિવરી માટે જ ખુલ્લા રાખી શકાશે. અલગ અલગ વિસ્તાર અનુસાર તમામ સ્ટોર બંધ રાખવા માટે નામ સાથે આદેશ આપવામાં આવ્યા છે.

લોકડાઉનથી કંટાળેલા યુવાને એવું પગલું ભર્યું કે, વાંચીને થશે દુ:ખદ આશ્ચર્ય
કોરોના વાયરસનાં સમગ્ર રાજ્યમાં કુલ 55 કેસ નોંધાયા છે જ્યારે 4 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાનદી એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 46 વર્ષીય એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ સાથે અમદાવાદનો કુલ આંકડો 2 પર પહોંચ્યો છે. કોરોનાનો ચેપ વધારે ન વકરે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં બહાર નિકળી ગયેલા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ તે તમામ પગલા માત્ર અને માત્ર નાગરિકોના હિત માટે જ છે.

લોકડાઉન દરમિયાન બહાર નિકળ્યાં તો ન તો પાસપોર્ટ મળશે કે ન તો સરકારી નોકરી: રાજ્ય પોલીસવડા
વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે સમગ્ર દેશમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 4થી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ છે. અમદાવાદનાં અલગ અળગ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ હેઠલ 35 થી વધારે ગુના દાખલ થયા છે. આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news