Surat Airport : વાવાઝોડાના તેજ પવનથી બચાવવા વિમાનોને 900 કિલોના વજનિયા બંધાયા

મહા વાવાઝોડા (maha cyclone) ને લઈને હાલ સમગ્ર રાજ્યનું તંત્ર સાબદુ થઈ ગયું છે. ત્યારે સુરત એરપોર્ટ (Surat Airport) પર નાના વિમાનોને વાવાઝોડાના પવનથી કોઈ તકલીફ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત એરપોર્ટ પર નાના વિમાનોને સુરક્ષિત સ્થળે મૂકાયા છે. તેમજ વિમાનોને 900 કિલોના વજનિયાં બાંધવામાં આવ્યા છે. જેથી નુકશાનીને ટાળી શકાય.

Surat Airport : વાવાઝોડાના તેજ પવનથી બચાવવા વિમાનોને 900 કિલોના વજનિયા બંધાયા

તેજશ મોદી/સુરત :મહા વાવાઝોડા (maha cyclone) ને લઈને હાલ સમગ્ર રાજ્યનું તંત્ર સાબદુ થઈ ગયું છે. ત્યારે સુરત એરપોર્ટ (Surat Airport) પર નાના વિમાનોને વાવાઝોડાના પવનથી કોઈ તકલીફ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત એરપોર્ટ પર નાના વિમાનોને સુરક્ષિત સ્થળે મૂકાયા છે. તેમજ વિમાનોને 900 કિલોના વજનિયાં બાંધવામાં આવ્યા છે. જેથી નુકશાનીને ટાળી શકાય.

નાના વિમાનને વજનિયા બંધાયા
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં નાના એરક્રાફ્ટ આવતા હોય છે, તો કેટલાક ત્યાં પાર્ક પણ થતાં હોય છે, ત્યારે તેને રાખવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે બંધ એર ક્રાફ્ટમાં હલન ચલન ન કરે તે માટે એર ક્રાફ્ટના પૈડાની આગળ અને પાછળનાં ભાગે ભારે વજનદાર પથ્થર મુકવામાં આવે છે. તો એરક્રાફ્ટનાં આગળના ભાગમાં આવતા પંખાને દોરીથી એર ક્રાફ્ટની સાથે બાંધી દેવામાં આવતો હોય છે.

આમ કરવાથી એર ક્રાફ્ટ સુરક્ષિત રહેતું હોય છે. અને એક જ સ્થળે સ્થિર રહેતું હોય છે. જોકે મહા વાવાઝોડું સિવિયર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેથી તે સમયે પવનની ઝડપ 60 થી 90 કિલોમીટરની આસપાસની હોવાની શક્યતા છે, જેને પગલે પાર્ક કરેલું એર ક્રાફ્ટ ભારે હવાથી રનવે તરફ ધકેલાઇ ન જાય સાથે જ ટર્મિનલ બિલ્ડિંગ સાથે કે પછી અન્ય કોઈ એરક્રાફ્ટ કે મશિનરી સાથે ટકરાઈ જવાથી નુકસાન ન થાય તે માટે નાના એરક્રાફ્ટ સાથે 300 થી લઇ 500 કિલોના વજનિયાં બાંધવામાં આવ્યા છે. આ વજનિયાંને એર ક્રાફ્ટ મોરિંગ કહેવામાં આવે છે. જેને કારણે એરક્રાફ્ટ પવનમાં ખેંચાતા નથી અને એક જગ્યા પર સ્થિર ઉભા રહે છે.  

https://lh3.googleusercontent.com/-sRJTemW40A8/XcJjqFxd2eI/AAAAAAAAJt0/YnpBADOlV50Sjc5vAqbMqPPK7A3bmljHwCK8BGAsYHg/s0/Surat_Airport_cyclone_zee.JPG

એરપોર્ટ સ્ટાફને સ્ટેન્ડબાય રખાયો

ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં મહા વાવાઝોડાને ખતરો દેખાય રહ્યો છે. વાવાઝોડું હાલ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેની કારણે તોફાની પવન અને ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે, ત્યારે એરપોર્ટની સુરક્ષા પણ મહત્વની બની જાય છે. સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ દરિયા કિનારાની ખુબ નજીક આવ્યું છે, જેને પગલે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ એલર્ટ જાહેર કરાયું છે.

એરપોર્ટના નવા ડિરેક્ટર અમન સૈનીએ તમામ સ્થિતિને પહોંચી વડવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. સૌથી પહેલા તો એરપોર્ટના કામકાજ સાથે જોડાયેલા તમામ ડિપાર્ટમેન્ટના હેડની રજા રદ કરી દેવામાં આવી છે. આ સાથે જ એરપોર્ટના ઓપરેનશનલ અને નોન-ઓપરનેશનલ એરિયાનો સરવે કરી લેવામાં આવ્યો છે. ઓપરેશનલ એરિયામાંથી જે પણ કામકાજ ચાલતા હતા, તે તમા કામો થોડા દિવસ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ સાથે સાથે એરલાઇન્સોને પણ જણાવ્યું હતું કે, પાયલોટ તરફથી કોઈ પણ સૂચન મળે કે તરત એરપોર્ટના એટીસી ટાવરના અધિકારી અને ટર્મિનલ બિલ્ડિંગના મેનેજરને જાણ કરવી. આ સાથે જ એરપોર્ટ પર આવનારા મુસાફરોને પણ કોઈ પ્રકારની તકલીફ નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવોફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ

સુરતમાં મહા વાવાઝોડાને પગલે પાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર છે. મહાનગરપાલિકાએ તૈયારીઓ સમીક્ષા કરી છે. સુરત શહેરમાંથી જોખમી લાગતા 264 હોર્ડિંગ્સ હટાવી લેવાયા છે. 384 વૃક્ષોનો સર્વે કરી 257 ઝાડ ટ્રીમ્ડ કરાયા  છે. તો સાથે જ 90 હાઈ માસ્ટર સ્ટ્રીટ લાઈટ નીચે ઉતારી લેવાઈ છે. તમામ ઝોન માટે 40 ઈમરજન્સી ટીમ બનાવાઈ છે અને સ્મીમેર હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news