74 વર્ષના ઈતિહાસમાં ICAIના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા બીજા ગુજરાતી, જાણો કોની કરાઈ નિમણૂંક?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં ICAI ના પ્રથમ ગુજરાતી પ્રમુખ બનવાનો શ્રેય તેમના પિતા CA સુનિલ તલાટીને જાય છે. પિતા અને પુત્ર ICAI ના પ્રમુખ તરીકે સેવા આપે તેવી પશ્ચિમ ભારતની આ પ્રથમ ઘટના છે. 

74 વર્ષના ઈતિહાસમાં ICAIના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા બીજા ગુજરાતી, જાણો કોની કરાઈ નિમણૂંક?

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ સ્થિત CA અનિકેત તલાટી આજે વર્ષ 2023-24 માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. દેશની અગ્રણી સંસ્થા ICAI નું સર્વોચ્ચ પદ મેળવનાર તેઓ બીજા ગુજરાતી છે. CA અનિકેત તલાટીની નિમણૂક ઘણાં સીમાચિન્હો ધરાવે છે. 

ઉલ્લેખનીય છે કે સીએ અનિકેત તલાટી સૌથી નાની વયે આ સર્વોચ્ચપદે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં ICAI ના પ્રથમ ગુજરાતી પ્રમુખ બનવાનો શ્રેય તેમના પિતા CA સુનિલ તલાટીને જાય છે. પિતા અને પુત્ર ICAI ના પ્રમુખ તરીકે સેવા આપે તેવી પશ્ચિમ ભારતની આ પ્રથમ ઘટના છે. 

રસપ્રદ વાત એ છે કે CA અનિકેત તલાટી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરિવારની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, તેમના દાદા સીએ એચ.એમ.તલાટી 1962મા સ્થપાયેલી ICAIની અમદાવાદ બ્રાન્ચના સ્થાપક ચેરપર્સન અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે સતત 9 વર્ષ સેવા આપી હતી.

ICAI ની વાત કરીએ તો વર્ષ 1949 માં તેની સ્થાપના થઈ હતી. આઈસીએઆઈ સાથે 3.75 લાખ જેટલા સભ્યો અને 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આઈસીએઆઈ વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી એકાઉન્ટિંગ બોડી છે. જે 5 રિજનલ કાઉન્સિલ્સ, 166 બ્રાન્ચીસ, 44 ઓવરસીઝ ચેપ્ટર અને 33 રીપ્રેઝન્ટેટિવ ઓફીસીસ ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news