વ્યાજખોરોના ચક્રવ્યુમાં ફસાયો 'જગતનો તાત', 70 લાખની ઉઘરાણી કાઢી સાટાખત લખાવ્યું અને પછી...

વર્ષ 2014માં તેમના જ ફળિયામાં રહેતા પરિવારના પાસોદરાના ફળિયામાં રહેતા સંબંધી જમાઈ તારક અરવિંદભાઈ પટેલ પાસેથી 3 ટકાના વ્યાજે 55 લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે વ્યાજ સાથે ટુકડે ટુકડે રકમ ચૂકવતા પણ જતા હતા. 

વ્યાજખોરોના ચક્રવ્યુમાં ફસાયો 'જગતનો તાત', 70 લાખની ઉઘરાણી કાઢી સાટાખત લખાવ્યું અને પછી...

પ્રશાંત ધિવરે/સુરત: શહેરના પર્વત ગામના ખેડૂત પાસે 70 લાખની ઉઘરાણી કાઢી સાટાખત લખાવી લેનાર વ્યાજખોર વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. વ્યાજે લીધેલા 50 લાખ વ્યાજ સાથે ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોર દ્વારા ઉઘરાણી કરતો હતો. 

સુરત શહેરના પરવત ગામ મંદિર ફળિયામાં રહેતો શૈલેષભાઈ ગીરીશભાઈ પટેલ ખેતી કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. તેમને વર્ષ 2014માં તેમના જ ફળિયામાં રહેતા પરિવારના પાસોદરાના ફળિયામાં રહેતા સંબંધી જમાઈ તારક અરવિંદભાઈ પટેલ પાસેથી 3 ટકાના વ્યાજે 55 લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે વ્યાજ સાથે ટુકડે ટુકડે રકમ ચૂકવતા પણ જતા હતા. 

સપ્ટેમ્બર 2020માં બંને વચ્ચે હિસાબ થયો હતો અને શૈલેષભાઈએ 30,10,00 ચૂકવવાના બાકી નીકળ્યા હતા, તે સમયે સગવડ ન હોવાથી તારકે  સિક્યુરિટી પેટે 4 ચેક લીધા હતા અને મકાનનો સાટાખત લખાવી લીધું હતું. તેમજ અન્ય લખાણો પણ શૈલેષભાઈના પિતાની સહી કરાવી દીધી હતી. 

માર્ચ 2021માં શૈલેષભાઈએ 13,10,000  ચૂકવી ચેક અને મકાનના લખાણોની માંગણી કરતા બે દિવસ બાદ આપવાનું કહ્યું હતું અને બે દિવસ બાદ એક ચેક અને લખાણ લેવા જતા તારકે 30 એપ્રિલ 2022 સુધીનું 21 લાખ વ્યાજ ઉમેરી રૂપિયા 91 લાખની માંગણી કરી હતી. આટલી મોટી રકમ ચૂકવી શકે તેમ ન હોવાથી વ્યાજ ઓછું કરવાનું કહેતા તારકે 2 ટકા લેખે 1.82 લાખ વ્યાજ દર મહિને ચૂકવવાનું રહેશે તેવું લખાણ લખાવી લીધું હતું. 

તારકે રૂપિયા ચૂકવવા દબાણ કરતાં સગવડ થાય ત્યારે વ્યાજ સાથે રૂપિયા ચૂકવવાનું કહેતા તારકે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમજ ચેક રિટર્ન કરાવી નોટિસ મોકલી હતી સાથેજ  રૂપિયા 70 લાખ આપી સમાધાન કરવા માટે દબાણ કર્યું હતી. વ્યાજખોરનું દિન પ્રતિદિન ત્રાસ વધતા આખરે ખેડૂત શૈલેષભાઈ પટેલે ગોડાદરા પોલીસ નો સંપર્ક કર્યો હતો. ગોડાદરા પોલીસે શૈલેષભાઈની ફરિયાદ લઈ વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news