મંજૂરી વગર અમદાવાદનું ફેમસ માણેકચોક બજાર બારોબાર શરૂ કરી દેવાયું, થયો વિવાદ
માણેકચોકને શરૂ કરવાની મંજૂરી ન મળી હોવા છતાં કેવી રીતે એએમસીના ટ્વિટર પર જવાબ આપી શકાય. ત્યારે સોશિયલ મીડિયા પર આવ પ્રકારના મેસેજ ફરતા થતા એએમસીનું તંત્ર દોડતું થયું
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :લોકડાઉનમાં સૌથી મોટો ફટકો રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓને થયો છે. આવામાં અમદાવાદ (Ahmedabad) નું હાર્દ સમુ માણેકચોક (Manekchowk) બજાર ફરીથી શરૂ થવાની વાતો વહેતી થઈ હતી. ટ્વિટર પર એક યુઝરે માણેકચોક ફરી ધમધમતુ થયાની અને ટેકઅવે સુવિધા શરૂ થવાની ટ્વિટ કરતા એએમસી તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ, એએમસી (AMC) ના ટ્વિટર હેન્ડલ સંભાળતી એજન્સીએ પણ બજારમાં ટેકઅવે સર્વિસ શરૂ થઈ હોવાનો રિપ્લાય કરતા ભારે વિવાદ સર્જાયો છે. એએમસી દ્વારા માણેકચોક શરૂ થવાની કોઈ જાહેરાત કરાઈ નથી. આવામાં કેવી રીતે એજન્સી એએમસીના ટ્વિટર પર જવાબ આપી શકે તે અંગે મોટો વિવાદ સર્જાયો છે.
ટ્વિટર પર અમિત પંચાલ નામના યુવકે ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે, માણેકચોક હવેથી રાત્રે 8 થી 11 દરમિયાન ખુલ્લુ રહેશે. ત્યારે એએમસીના ટ્વિટર હેન્ડલ પરથી જવાબ આપવામાં આવ્યો હતો કે, ન ખુરશી, ન સીટિંગ એરેન્જમેન્ટ, માત્ર ટેક અવે સુવિધા અવેલેબલ છે.
માણેકચોકને શરૂ કરવાની મંજૂરી ન મળી હોવા છતાં કેવી રીતે એએમસીના ટ્વિટર પર જવાબ આપી શકાય. ત્યારે સોશિયલ મીડિયા પર આવ પ્રકારના મેસેજ ફરતા થતા એએમસીનું તંત્ર દોડતું થયું હતું. મધ્ય ઝોનના ડેપ્યુટી કમશિનર વિપુલ મહેતાએ આ અંગે ZEE 24 કલાકને જણાવ્યું કે, માણેકચોક શરૂ કરવા કોઈ મંજૂરી આપવામાં આવી નથી. મેસેજ વાયરલ થયા બાદ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓએ માણેકચોકની મુલાકાત લીધી હતી. તેઓએ તપાસમાં જાણ્યુ કે, કેટલાક વેપારીઓએ ટેક અવે પદ્ધતિથી લારી શરૂ કરી હતી. એએમસી તંત્રની જાણ બહાર જ કેટલીક લારીઓ શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતા એએમસી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, હાલ એએમસી દ્વારા માણેકચોક ખાણીપીણી બજાર અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.
આમ, અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક ખાણીપીણી બજાર શરૂ કરવા વિવાદ સર્જાયો છે. આખરે કેવી રીતે તંત્રના જાણ બહાર બારોબાર લારીઓ શરૂ કરી દેવાઈ. તેમજ સોશિયલ મીડિયા પર કેવી રીતે એએમસીના ટ્વિટર હેન્ડલ પર જવાબ આપવામાં આવ્યો છે. મંજૂરી નથી તો ટ્વિટર પર કેમ જવાબ અપાયો. માણેકચોક બજાર હાલ શરૂ કરવા મામલે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.
ગુજરાતના મહત્વના સમાચાર :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે