અહીં ખૂંખાર કેદીઓ ખવડાવે છે ભજિયા, ચાખશો તો આંગળા ચાટતા રહી જશો, લાખોની કરે છે કમાણી

Ahmedabad's Iconic Place: 'ગાંધી થાળી' લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે. 

અહીં ખૂંખાર કેદીઓ ખવડાવે છે ભજિયા, ચાખશો તો આંગળા ચાટતા રહી જશો, લાખોની કરે છે કમાણી

Ahmedabad Jail Bhajiya House: મોટાભાગે તમે કેદીઓને જેલની ચાર દિવાલની અંદર અથવા પછી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં આવતા જતા જોયા હશે. જેલની બહાર દુકાનમાં ઉભા રહીને કેદીને ભજિયા તળતાં અને વેચતા ભાગ્યે જ જોયા હશે, પરંતુ અમદાવાદમાં આવો નજારો દરરોજ જોવા મળે છે. અહીં જેલથી કિલોમીટર સુભાષ બ્રિજ પાસે જેલ ભજિયા હાઉસમાં કેદીઓ ના ફક્ત ભજિયા તળે પરંતુ વેચે પણ છે. કેદીઓ હોય છે તેમછતાં કોઇ પોલીસ પહેરો હોતો નથી કારણ કે વર્ષોથી તેમનો વહેવાર, હુનર જોઇને જ તેમને જેલની બહાર નિકળવાની તક આપવામાં આવે છે. 

No description available.

કેદીઓએ બનાવેલા ભજિયા એટલા સ્વાદિષ્ટ હોય છે કે અમદાવાદ જ નહી દેશભરમાં લોકો તેના સ્વાદના દિવાના છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેને ખાવા માટે લાઇનો લાગે છે. અમદાવાદમાં કેદીઓ દ્વારા ભજિયા બનાવવાની શરૂઆત વર્ષ 1998 થી સાબરમતી જેલ (Sabarmati jail) ના ચંદુ પ્રજાતિએ કરી હતી. સજા પુરી થતાં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. થોડા વર્ષ પહેલાં તેમનું મોત નિપજ્યું છે પરંતુ તેમણે ભજિયા બનાવાની કળા સાથી કેદીઓને શિખવાડી હતી હવે અન્ય કેદીઓ તેને આગળ વધારે છે. લગભગ 50 કેદીઓને ભજિયા બનાવતા આવડે છે. દર મહિને 10-10 લોકોની ટીમ ભજિયા હાઉસ પર કામ કરે છે. 

દર વર્ષે વેચે 50 લાખના ભજિયા
અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરતમાં જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા ભજિયાનું વેચાણ થાય છે. અમદાવાદમાં વર્ષે સરેરાશ 45-5- લાખ અને રાજ્યમાં 75 લાખથી એક કરોડ રૂપિયાના ભજિયા વેચે છે. ભજિયા ઉપરાંત બેકરી, ફરસાણ, ફર્નીચર, ચાદર, ખાદી સહિત કેદીઓએ બનાવેલા 72 ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. વર્ષે કેદીઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું 8 થી 10 કરોડનું વેચાણ થાય છે. 
No description available.

ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ નહી
ગત 17 વર્ષોથી જેલ ભજિયા હાઉસ (Jail Bhajiya House) માં ગુણવત્તા સાથી કોઇ બાંધછોડ કરવામાં આવતી નથી. મગફળીના શુદ્ધ તેલમાં તેને તળવામાં આવે છે. ભજિયામાં નક્કી કરવામાં આવેલી માત્રામાં મેથી, ચણાનો લોટ અને મરચું મિક્સ કરવામાં આવે છે. તેને ગરમ તેલમાં તળવામાં આવે છે. 

કોણ છે ઈશા અંબાણીના 'બિઝનેસ ગુરુ' : દરેક પગલે કરે છે મદદ , 4.89 કરોડ છે એમનો પગાર
નીતાભાભીથી લઇને રાધિકાભાભી પાસે કઇ છે ડિગ્રી?અંબાણી પરિવારની મહિલાઓ કેટલી એજ્યુકેટેડ

 
'જેલ ભજીયા હાઉસ'ને  મળશે નવો હેરિટેજ લુક
અમદાવાદના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું 'જેલ ભજીયા હાઉસ' હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જે આશરે ₹૨.૪૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરવામાં આવશે. 
No description available.

'ગાંધી થાળી' બનશે આકર્ષણનું કેંદ્ર
જ્યારે પહેલા માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્પેશિયલ 'ગાંધી થાળી' લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે. 

૨૦૨૩-૨૪માં કુલ રૂ.૮૬.૪૭ લાખનું ટર્ન ઓવર
નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં 'જેલ ભજીયા હાઉસ'ને સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત આર.ટી.ઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ છે. અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ રૂ.૮૬.૪૭ લાખનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. 'જેલ ભજીયા હાઉસ'ના નવીનીકરણનું કાર્ય રાજ્યના જેલ વડા ડો.કે.એલ.એન રાવના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news