કલંકિત કરતી ઘટના: બોપલમાં લૂંટ બાદ યુવતીને બંધક બનાવી કર્યો ગેંગરેપ, આ રીતે ઘટનાને આપ્યો અંજામ
ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી પંજાબ અને ઉત્તર પ્રદેશના આરોપીઓએ ફ્લેટમાં ઘૂસી જઈને યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ 40,000 જેટલી લૂંટ ચલાવી અને ફરાર થયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની બાતમીને આધારે બનાસકાંઠા એલસીબીએ 5 આરોપીઓની પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી લગઝરી બસમાંથી અટકાયત કરીને મુદ્દામાલ કબજે કર્યો છે.
યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે, આ જોઈ ઘટનાને અંજામ આપ્યો
અમદાવાદના બોપલના વેન્યું સફાલીયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી. ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ બોપલ અને ઘાટલોડિયામાં સિક્યુરિટીમાં નોકરી કરતા હતા અને બોપલના સિક્યુરિટીને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીની જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પાલનપુર એલસીબી પોલીસે આ રીતે ઝડપ્યા
જોકે ફ્લેટમાં આરોપીઓ ગેંગરેપ કરી અને લૂંટ ચલાવી અને એટીએમ લઈને આરોપીઓ ભાગી ગયા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને બનાસકાંઠા એલસીબી પોલીસને પણ જાણ કરાઈ હતી જોકે પાલનપુર LCBને બાતમી મળી હતી કે 5 આરોપીઓ ઘટનાને અંજામ અમદાવાદથી પંજાબ તરફ ખાનગી વાહનમાં જઈ રહ્યા છે જેને લઈને પાલનપુર એલસીબી પોલીસે એરોમાં સર્કલ ઉપર વોચ ગોઠવી હતી જેમાં પોલીસે ખાનગી લક્ઝરી બસને રોકાવીને તપાસ કરતા તેમાં રાજસ્થાન તરફ આરોપીઓ બસમાં બેસીને જઈ રહ્યા હતા.
આરોપીઓએ ફ્લેટની ચાવી પણ કબજે કરી
પાલનપુર એરોમાં સર્કલ પાસે લોકલ ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ પાંચ આરોપીઓને લક્ઝરી બસમાંથી જ ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાયા હતા. જ્યાં પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરેલા એટીએમ માંથી 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા તેમાંથી પોલીસે ૩૩ હજાર રોકડ કબજે કર્યા હતા તો પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન એક લેપટોપ એટીએમ તેમજ મહિલાને બંધક બનાવી હતી એ ફ્લેટની ચાવી પણ કબજે કરી હતી. જોકે હવે અમદાવાદના બોપલમાં ઘટના બની છે એટલે આ આરોપીઓનો કબજો અમદાવાદ પોલીસને સોપશે.
આરોપીઓના નામ
- 1- અમૃતપાલ સિંહ ઉર્ફે ગોબી નિર્મલ સિંહ જીલ 34 અમૃતસર પંજાબ
- 2- સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંહ શીખ પંજાબ
- 3- મનજીતસિંગ ઉર્ફે અજય જગજીતસિંહ શીખ પંજાબ
- 4- રાહુલ સિંગ વિનોદ સિંહ બંસીવાલ ઉત્તર પ્રદેશ
- 5- હરિ ઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકોર મધ્ય પ્રદેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે