અરેરે! આ શું પકડાયું? અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન આ વસ્તુઓ સાથે ઝડપાયા નબીરા!

ગૃહ વિભાગની સૂચના પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિયત કરાયેલ એક સપ્તાહમાં એટલે કે આજે સાંજ સુધીમાં ચાર્જશીટ તૈયાર કરશે. અમદાવાદ શહેર પોલીસ પ્રમાણે આ મામલાની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે. 

અરેરે! આ શું પકડાયું? અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન આ વસ્તુઓ સાથે ઝડપાયા નબીરા!

ઝી બ્યુરો/અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર બનેલ અકસ્માતની ઘટનાને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગની સૂચના પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિયત કરાયેલ એક સપ્તાહમાં એટલે કે આજે સાંજ સુધીમાં ચાર્જશીટ તૈયાર કરશે. અમદાવાદ શહેર પોલીસ પ્રમાણે આ મામલાની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે. 

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મળે અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા પૂરતા અને તપાસમાં જરૂરી હોય એવા તમામ રિપોર્ટ કરાવી લીધા છે ઘટનાની ગંભીરતાને જોતા દસ્તાવેજી કાર્યવાહી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇસ્કોન અકસ્માતની ઘટના પછી અમદાવાદ પરંતુ રાજયભરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. 

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો દાવો છે કે આ ડ્રાઈવમાં પોલીસના વાહન હોય અને પોલીસની પ્લેટ લગાવેલી હોય તો તેને દૂર કરવામાં આવી રહી છે સાથે સાથે પોલીસ કે અન્ય અધિકારીઓ ની ગાડી પરથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 22 જુલાઈ થી 25 જુલાઈ સુધી ઓવર સ્પીડના 303 કેસ, જેની પાસે સ્થળ પર જ છ લાખથી વધારે નું દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 

ડ્રીંક એન્ડ ડ્રાઇવના 47 કેસ, ભયજનક રીતે ડ્રાઇવિંગ બદલ 92 જેટલા કેસ કરીને 44,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર લોકો પાસેથી પણ ચાર લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. 166 વાહનો ટો કરવામાં આવ્યાં છે. 17 કેસ ઢોર નિયંત્રણ બદલ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news