તથ્ય પટેલ અકસ્માત કેસમાં મોટા સમાચાર; આવતીકાલે પોલીસ 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરશે

તથ્ય પટેલ અકસ્માત કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. તથ્ય પટેલ અકસ્માત કેસમાં પોલીસ 5000 પાનાની ચાર્જશીટ આવતી કાલે કોર્ટમાં રજૂ કરશે. તથ્ય મામલે પોલીસે મોટી તૈયારી કરી લીધી છે.

તથ્ય પટેલ અકસ્માત કેસમાં મોટા સમાચાર; આવતીકાલે પોલીસ 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરશે

ઝી બ્યુરો/અમદાવાદ: તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે આવતીકાલે પોલીસ 5000 પાનાની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મૂકશે. આ ચાર્જશીટમાં અલગ અલગ વ્યક્તિઓના નિવેદન, સાંયોગિક પુરાવાઓ જોડવામાં આવ્યા છે. આ અંગે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીએ આ ગુનાને ગંભીર ગણાવી એક્સપર્ટ ની મદદ લઈ તપાસ કરી હોવાનો પણ ખુલાસો કર્યો. 

સાથો સાથ સરકારના હુકમ પ્રમાણે તપાસ એક સપ્તાહ પૂર્ણ કરવાની હતી. જે સમગ્ર કેસની તપાસ પૂર્ણ થવાના આરે છે. પોલીસની વાત માનીએ તો સમગ્ર મુદ્દે તટસ્થ તપાસ ટ્રાફિક પોલીસે કરી રહ્યા હોવાનો દાવો પણ કર્યો. ઉપરાંત તપાસમાં ત્રીજા અકસ્માત સાંતેજ ખાતે થયો જેનું કારણ સામે આવ્યું છે. જોકે જગુઆર કારના મોડા રજિસ્ટ્રેશનને લઈને પોલીસે RTOને રિપોર્ટ કરશે. જે અંગે RTO દ્વારા તથ્ય વિરુદ્ધ કે કાર માલિક વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે. 

તથ્ય પટેલ અકસ્માત કેસમાં અપડેટ
તથ્ય પટેલ અકસ્માત કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. તથ્ય પટેલ અકસ્માત કેસમાં પોલીસ 5000 પાનાની ચાર્જશીટ આવતી કાલે કોર્ટમાં રજૂ કરશે. તથ્ય મામલે પોલીસે મોટી તૈયારી કરી લીધી છે. તથ્યના કેસની તપાસ પુર્ણતાને આરે છે, ત્યારે આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજુ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે.

આરોપી તથ્ય પટેલનો DNA ટેસ્ટ થયો મેચ, કાલે દાખલ થશે ચાર્જશીટ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. તથ્ય પટેલના વાળના આવેલા DNA રિપોર્ટ પરથી સાબિત થઈ ગયું છે કે કાર તથ્ય પટેલ ચલાવતો હતો. ડ્રાઈવિંગ સીટ પર તથ્ય પટેલના વાળ મળ્યા હતા. ત્યારબાદ તેના વાળનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ તથ્ય સાથે મેચ થઈ ગયો છે. આ સમગ્ર કેસમાં આવતીકાલે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. 

આરોપી તથ્ય પટેલનો DNA ટેસ્ટ થયો મેચ
ઈન્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જનાર તથ્ય પટેલનો ડીએનએ રિપોર્ટ સામે આવી ગયો છે. તપાસ એજન્સીને ડ્રાઈવિંગ સીટ પર વાળ મળ્યા હતા. આ વાળનો ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સામે આવેલા ડીએનએ રિપોર્ટ પ્રમાણે આ વાળ તથ્ય પટેલના હતા. એટલે કે કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો તે નક્કી થઈ ગયું છે. હવે આ કેસમાં તપાસ એજન્સી આવતીકાલે તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. ચાર્જશીટમાં તથ્ય પટેલ વિરુદ્ધ તમામ પૂરાવાઓ રજૂ કરવામાં આવશે. 

જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો ખુલાસો
અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈની મધ્યરાત્રીએ તથ્ય પટેલે 142થી વધુ કિમીની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભયંકર અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની કારને લઈને મોટો ખુલાસો થયો છે. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે ગાડીની સ્પીડ 137 કિમીથી વધુ હતી અને અકસ્માત સર્જયા બાદ કાર 108 Kmની સ્પીડથી લોક થઈ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news