નમસ્તે ટ્રમ્પઃ ટ્રાફિક અંગે પોલીસ કમિશનરનું વધુ એક જાહેરનામું, શહેરમાં કુલ 18 રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીનો જે અમદાવાદમાં કાર્યક્રમ છે તેમાં સાબરમતી આશ્રમ કાર્યક્રમ પણ છે. આ તમામ કાર્યક્રમને લઈને શહેરમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 

નમસ્તે ટ્રમ્પઃ ટ્રાફિક અંગે પોલીસ કમિશનરનું વધુ એક જાહેરનામું, શહેરમાં કુલ 18 રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરવાના છે. બંન્ને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેવાના છે. ત્યારબાદ બંન્ને નેતાઓ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. 

અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ટ્રાફિકને લઈને ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં કુલ 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો શહેરમાં અત્યાર સુધી કુલ 18 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પૂરા ન થાય ત્યાં સુધી તમામ રસ્તાઓ બંધ રહેશે. 

શહેરમાં આટલા માર્ગ રહેશે બંધ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news