વંદા જોઈને ડરતી પૂજા હવે બિનવારસી મડદાઓની કરે છે અંતિમવિધિ; આ 'મર્દાની'ને સલામ
26 વર્ષની પૂજાની હિંમતને સલામ છે. 26 વર્ષની પૂજા શર્માએ ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય કે જે વંદો જોઈને પણ ભાગી જતી હતી તે હવે તેનો આખો દિવસ શબઘર અને સ્મશાનગૃહમાં વિતાવે છે. એટલું જ નહીં પૂજા પોતે બિનવારસી લાશો જેનો કોઈ વારસદાર ન હોય તેનો અંતિમ સંસ્કાર કરે છે.
Trending Photos
નવી દિલ્લીઃ પૂજા હવે મૃતકો સાથે ઘણો સમય વિતાવી શકે છે, મૃતકોને સન્માનપૂર્વક વિદાય આપવી એ તેણીનો પેશન બની ગયો છે. તેના હત્યા કરાયેલા ભાઈના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે પરિવારમાં કોઈ પુરુષ સભ્ય ન હોવાથી તેણે આ જવાબદારી ઉપાડવી પડી. આ પછી, તે એવા લોકોની ચિંતા કરવા લાગી કે જેમની પાસે અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ પરિવાર કે સંબંધીઓ નથી. પૂજાએ આ કામને પોતાનું મિશન બનાવ્યું અને દાવો કર્યો કે 2022 થી અત્યાક સુધીમાં તેણે 4 હજારથી વધુ લાવારિશ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.
પૂજા આ કામમાં કેવી રીતે આવી?
પૂજા કહે છે કે 2022 માં માંદગીના કારણે તેની માતાના મૃત્યુ પછી, મારા મોટા ભાઈની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે મારા પિતા આઘાતને કારણે કોમામાં ચાલ્યા ગયા હતા. મારે પહેલી વાર પરિવારના પુરુષનો રોલ કરવાનો હતો. મારા ભાઈના અંતિમ સંસ્કાર વખતે, મારે પાઘડી પહેરીને વિધિ પૂરી કરવાની હતી. અહીંથી મેં વિચાર્યું કે જો હું મારા ભાઈ માટે આ બધું ન કરી શકું તો શું થાત? તે જ ક્ષણે મને સમજાયું કે આવા કેટલા લોકો હશે, જે દુનિયાને એકલા છોડી દે છે. મેં તેમના માટે જ પરિવાર બનવાનું નક્કી કર્યું.
જાતિ અને ધર્મના આધારે કોઈ ભેદભાવ નહીં-
પૂજાએ અત્યાર સુધીમાં કોઈપણ જાતી અને ધર્મના ભેદભાવ વિના 4 હજારથી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. જો ક્યારેય કોઈ મૃત વ્યક્તિનો ધર્મ જાણીતો હોય તો તે ધર્મ પ્રમાણે કર્મકાંડ કરવામાં આવે છે. પૂજા કહે છે કે ગયા વર્ષે, અજાણ્યા મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યાના થોડા મહિના પછી, તે વ્યક્તિનો પરિવાર તેને મળ્યો. તેણે કહ્યું કે તેનો દીકરો ઘરેથી દૂર ગયો હતો અને તે તેને મળ્યો નહોતો. તેણે મારા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જેનાથી મને લાગ્યું કે હું સાચા માર્ગ પર છું.
મૃતદેહ પાછળ રૂ. 2200 ખર્ચાયા-
પૂજા હૉસ્પિટલના શબઘરોના સંપર્કમાં રહે છે જ્યાંથી તેને દાવો ન કરાયેલ મૃતદેહો વિશે માહિતી મળે છે. તે મૃતદેહને સ્મશાનભૂમિ સુધી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરે છે. તેમણે જણાવ્યું કે મૃતદેહના અંતિમ સંસ્કારનો ખર્ચ લગભગ 2,200 રૂપિયા છે.
દાદી અને પિતા મદદ કરે છે-
પૂજાએ સોશિયલ વર્કમાં માસ્ટર્સ કર્યું છે અને બે વર્ષ પહેલાં તેણે સફદરજંગ હોસ્પિટલમાં HIV કાઉન્સેલરની નોકરી છોડી દીધી અને આ મિશનમાં સંપૂર્ણપણે જોડાઈ ગઈ. તેણી કહે છે કે મારી દાદી મને શહીદની પત્ની તરીકે મળેલ પેન્શનમાં મદદ કરે છે. દિલ્હી મેટ્રોમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે કામ કરતા તેના પિતા પણ તેને મદદ કરે છે.
બ્રાઈટ ધ સોલ ફાઉન્ડેશન-
અત્યાર સુધી તેણે પોતાની તમામ બચત આ કામમાં ખર્ચી નાખી છે. પૂજાએ કહ્યું, "મેં મોટાભાગની બાબતો પર ખર્ચ ઓછો કર્યો છે જેથી કરીને હું આ કામ માટે શક્ય તેટલા પૈસા બચાવી શકું. ખુશીની વાત છે કે મારી હિંમત જોઈને હવે કેટલાક લોકો મને આર્થિક મદદ કરી રહ્યા છે." પૂજાએ 'બ્રાઈટ ધ સોલ ફાઉન્ડેશન' નામનું એનજીઓ પણ શરૂ કર્યું છે, જે સામાન્ય સમુદાયમાંથી બહાર ફેંકાઈ ગયેલા લોકોના કલ્યાણ માટે કામ કરે છે. તેમનો ધ્યેય લોકોને પ્રેરણા અને સશક્તિકરણ કરવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે