અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ

શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી મહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, મણિનગર, હાટકેશ્વર, સીટીએમ, અમરાઇવાડી, વટવા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ

અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી મહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, મણિનગર, હાટકેશ્વર, સીટીએમ, અમરાઇવાડી, વટવા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. 

સતત વરસાદને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ છે. કાંકરિયાથી લઈને મણિનગર રેલવે સ્ટેશન સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. વટવાના પુનિતનગર રેલવે ફાટક પાસે પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી.

શહેરમાં વરસાદને કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવાની ફરજ પડી છે. એએમસીની સૂચના બાદ સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સાબરમતી નદીનું લેવ ઓછુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાસણા બેરેજની હાલમાં 131.50 ફૂટની સપાટીને 129 ફૂટની કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news