Wine Shop માં પહોંચ્યો વાંદરો! બોટલ ઉઠાવી, ઢાંકણું ખોલ્યું અને પીવા લાગ્યો દારૂ! જુઓ Viral Video

Darubaaz Bandar: તમે શરાબના શોખીનો તો ખુબ જોયા હશે, પણ આ સ્ટોરીમાં અમે આપને જે બતાવવા જઈ રહ્યાં છીએ કદાચ આવો ગજબનો શરાબનો શોખીન તમે ક્યારેય નહીં જોયો હોય. એના માટે તમારે આ સ્ટોરી અને સ્ટોરીમાં મુકવામાં આવેલો વીડિયો જોવો પડશે.

Wine Shop માં પહોંચ્યો વાંદરો! બોટલ ઉઠાવી, ઢાંકણું ખોલ્યું અને પીવા લાગ્યો દારૂ! જુઓ Viral Video

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે શરાબના શોખીનો તો ખુબ જોયા હશે, પણ આ સ્ટોરીમાં અમે આપને જે બતાવવા જઈ રહ્યાં છીએ કદાચ આવો ગજબનો શરાબનો શોખીન તમે ક્યારેય નહીં જોયો હોય. એના માટે તમારે આ સ્ટોરી અને સ્ટોરીમાં મુકવામાં આવેલો વીડિયો જોવો પડશે. ધ્યાનથી જુઓ આ વીડિયો. જેમાં શરૂઆતમાં તમને એક વાઈન શોપ એટલેકે, એક શરાબની દુકાન દેખાશે. હવે જરા વધારે ધ્યાનથી જોશો તો તમને શરાબની દુકાનમાં એક વાંદરો પણ બેસેલો દેખાશે. વાંદરાને શરાબની દુકાનમાં બેસેલો જોઈને નવાઈ લાગીને. આ કોઈ પાળેલો વાંદરો નથી. આ વાંદરો આપમેળે દારૂની દુકાનમાં આવી ગયો છે. આ મહાશય શોખીન લાગે છે. તેમની હરકત જોઈને તમે પણ ચોંકી જશો. 

વાંદરો દારૂની દુકાનની અંદર બેઠો જોવા મળે છે. તેના હાથમાં દારૂની બોટલ છે. દારૂની દુકાનમાં ચારેય તરફ દારૂની બોટલો પડી છે. હવે આ વાંદરાએ એમાંથી પોતાને મનગમતી બ્રાંડની એક બોટલ ઉઠાવી લીધી છે. હવે જુઓ આખો ખેલ. દુકાનદાર પણ કુતુહલતાથી સમગ્ર ખેલ જોઈ રહ્યો છે. દુકાનદાર તેને સમજાવવા માટે કંઈક ખાવાની વસ્તુ પણ આપવાનો પ્રયાસ કરે છે. પણ આ વાંદરો તો શોખીન છે એ બાઈટિંગ લેવા નહીં એ તો છાંટા-પાણી કરવા આવ્યો છે. જોત-જોતામાં વાંદરો દારૂની દુકાનમાંથી એક દારૂની બોટલ ઉઠાવી લે છે. અને પછી તેનું ઢાંકણું ખોલવા લાગે છે. હાથ પગ અને મોંઢાની મદદથી વાંદરો આખરે દારૂની બોટલું ઢાંકણું ખોલી જ કાઢે છે. 

તમને થશે કે કોઈ વાંદરાને વળી દારૂની આદત કઈ રીતે હોઈ શકે. હાં હજુ પીધાં પછી અમુક વિચિત્ર માણસો વાંદરા જેવા જરૂર થઈ જાય છે! તમને એમ હોય કે વાંદરો તો વળી કંઈક દારૂ પીતો હશે, તો તમે સૌથી પહેલાં એકવાર આ વીડિયો જરૂર જોઈ લેજો. વીડિયો જોઈને તમારું મગજ પણ હલી જશે. બે ઘડી તો તમે પણ વિચારમાં પડી જશો કો આ થઈ શું રહ્યું છે....

 

વાયરલ થઈ રહેલો આ વીડિયો મધ્યપ્રદેશના માંડલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં એક વાંદરો દારૂની દુકાનની અંદર બેઠો જોવા મળે છે. તેના હાથમાં દારૂની બોટલ છે. વાંદરો ઘણા સમયથી બોટલની કેપ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કેટલાક લોકો દુકાનની બહારથી તેના વીડિયો બનાવી રહ્યા છે. તેઓ એકબીજા સાથે પણ વાતો કરી રહ્યા છે. આ ઘટના જોઈને લોકો ચોંકી પણ ગયા હતાં.

ઘણા પ્રયત્નો કર્યા પછી વાંદરો આખરે દારૂની બોટલ ખોલી લે છે. અને બોટલ ખોલ્યાં પછી વાંદરો વાઈન શોપમાં બેસીને બિંદાસ્ત દારૂ પીતો પણ આ વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોમાં દુકાનદાર એવું કહેતા પણ સાંભળવા મળે છેકે, અચ્છા તો તમે અહીં ભૂલથી નથી આવ્યાં જાણી જોઈને ઈરાદાપૂર્વક દારૂ પીવા જ આવ્યાં છો...? આ જબરદસ્ત વીડિયોને ટ્વિટર પર સુધાંશુ મહેશ્વરી એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં પણ આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં વાંદરાએ ભૂલથી દારૂ પી લીધો હતો અને પીધાં પછી બરાબરની ધમાલચકડી મચાવી હતી...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news