નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન : 2100 જવાનો નવ દિવસ ડ્યુટી પર રહેશે

Ahmedabad Police : 24 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા 12 વાગ્યા સુધી શિફ્ટ વાઇસ જવાનો 1500 રહેશે. તે સિવાય 600 વધારાના જેથી કુલ 2100 જેટલા જવાનો અમદાવાદ શહેરમાં રાત્રે ડ્યુટી પર રહેશે
 

નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન : 2100 જવાનો નવ દિવસ ડ્યુટી પર રહેશે

Navratri 2023 હિતેન વિઠ્ઠલાણી/અમદાવાદ : નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસના જવાનો ખડેપગે ફરજ બજાવશે. નવરાત્રિમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે. જે મુજબ સમગ્ર અમદાવાદમાં સુરક્ષા સંચાલન થશે. અમદાવાદ વેસ્ટ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી.

24 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા 12 વાગ્યા સુધી શિફ્ટ વાઇસ જવાનો 1500 રહેશે. તે સિવાય 600 વધારાના જેથી કુલ 2100 જેટલા જવાનો અમદાવાદ શહેરમાં રાત્રે ડ્યુટી પર રહેશે. જેમાં TRB, ટ્રાફિક પોલીસ અને હોમ ગાર્ડ તૈનાત રહેશે. ઓવર સ્પીડિંગ રોકવા 39 સ્પીડ ગનથી લોકો પર નજર રાખવામાં આવશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ પર ખાસ નજર રહેશે. બે દિવસમાં આટલા કોઈ કેસ સામે નહિ આવ્યા. પોલીસના સીસીટીવીથી કંટ્રોલ રૂમથી નજર રખાઈ રહી છે. ડીપીસી નીતા દેસાઈએ કહ્યું કે, અમારી લોકોને વિનંતી થે કે કોઈ ઘટના સામે દેખાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરે. રાતના સમયે તમામ નિયમોનું પાલન કરે. વાહનને સ્પીડ લિમિટમાં ચલાવે. 150 જેટલા બ્રિથ એનેલાઇસેર ટ્રાફિક પોલીસને રાત્રે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ માટે આપવામાં આવ્યા છે. રોમિયો પર ટ્રાફિક પોલીસ, શી ટીમ અને લોકલ પોલીસ નજર રાખશે. 113 જેટલા પોઇન્ટ/ જંકશન પર વધુ ફોર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, ટ્રાફિકમાં અમે 1500 તો 12:00 વાગ્યા સુધી એમની શિફ્ટની નોકરીવાળા ટ્રાફિકના જવાનો ટીઆરપી અને હોમગાર્ડ હશે. પ્લસ અમે સ્પેશિયલ બારેક વાગ્યા સુધીના બીજા 600 જવાનો પણ ઉમેર્યા છે. એટલે કે 2100 ની જે ફોર્સ છે, ટ્રાફિકની ટ્રાફિક પોલીસ ટ્રાફિકના ટીઆરબી અને હોમગાર્ડ આ 2100 જેટલા જવાનો ટ્રાફિકની કામગીરી કરશે. આ જે ટ્રાફિકની કામગીરી રાત્રે કરવાના છે તો અહીંયા અમારી ઓફિસ તરફથી એટલે કે અમારે આ સીપી ઓફિસ તરફથી પણ સૂચના છે કે એમને એમના ટ્રાફિકમાં જે પહેરવામાં આવે છે, એ રેડીએશન વાળા જેકેટ અને લાઈટ બેટન સાથે રહી અને ડ્યુટી કરવાની છે.

તદુપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ ઉપરાંત એક રાત્રિના સમયે સ્ટંટ કરતાં લોકો અથવા તો ઓવર સ્પીડિંગ કરતા લોકોને પણ ઝબ્બે કરવા માટે અમારી ટીમ સજ્જ રહેશે. અમે સ્પેશિયલ સ્પીડ ગન સાથે પણ ત્યાં ડ્યુટીમાં રાખવાના છીએ અને 30 સ્પીડ ગન એટલે કે 39 સ્પીડ બંધ છે એ ઓવર સ્પીડિંગ વાળા લોકો ઉપર ધ્યાન રાખવામાં આવશે. કોઈ ડ્રમ કે ડ્રાઇવ કરનાર લાગે તો એના માટે બ્રેક એનેલાઈઝર જે આપ્યું છે, એના દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે અને જો આ પ્રકારનું એમને લાગશે તો એની ઉપર ક્વીક એક્શન લઈ અને કેસ કરવામાં આવશે.

પ્રથમ બે દિવસમાં તો જોવા જઈએ તો બહુ જ ઓછા લોકો કદાચ ટ્રાફિકમાં પણ કોઈ પ્રોબ્લેમ થયો નથી અને આ પ્રકારના કેસ હજી સુધી થયા નથી. ગરબાનું આયોજન કરવાનું છે અને ત્યાં સ્થાનિક પોલીસ પણ પોતાની રીતે કામ કરશે. શી ટીમ પણ પોતાની રીતે કામ કરશે અને સ્થાનિક પોલીસના ડિસ્ટર્બ વાળા એ પણ પોતાની રીતે સિવિલ ડ્રેસમાં કામ કરશે. અમે કંટ્રોલ રૂમથી વોચ કરીશું. જ્યાં ટ્રાફિકનું જંક્શન હશે અથવા તો જ્યાં કોઈ કોઈ ઘટના બનશે તો એની તરત જ જાણ કરવામાં આવશે અને ત્યાં હાજર કર્મચારી ઉપરાંત તેની સ્થાનિક પોલીસ અથવા તો ટ્રાફિક પોલીસ ત્યાં આંગળી અધિકારીઓ સહિત પહોંચી જવાની પણ તૈયારી છે.

અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અગર કોઈ એવી ઘટના તમારા ધ્યાને આવે તો તાત્કાલિક કંટ્રોલરૂમમાં જાણ કરવી. જેથી કરીને અમારી પોલીસ ત્યાં પહોંચી શકે. નવરાત્રીમાં જે લોકો પણ ગરબાના શોખીન છે અથવા તો નવરાત્રિનો જે ઉત્સવ ઉજવી રહ્યા છે તેમને સુરક્ષા અમે પૂરી પાડીશું. એટલે એ લોકો નિશ્ચિત બની અને નવરાત્રિની જે આ નવ દિવસની ઉત્સાહપૂર્વક ગરબા માણશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news