India vs Pakistan : 2 વાગ્યે મેચ શરૂ થશે, અમદાવાદનો 2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ રહેશે

India vs Pakistan : ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ જોવા વિશ્વના અનેક દેશોમાંથી અમદાવાદ પહોંચ્યા ક્રિકેટ રસિયા...ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા પહોંચ્યા ચાહકો..તમામને ભારતની જીતનો વિશ્વાસ...
 

India vs Pakistan : 2 વાગ્યે મેચ શરૂ થશે, અમદાવાદનો 2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ રહેશે

World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થશે તે નક્કી છે. આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. તો બાબર આઝમના ખભા પર પાકિસ્તાન ટીમનો દારોમદાર રહેશે. ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની બંને મેચમાં જીત હાંસલ કરી છે. એવામાં બંને ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે.

ભારતીય ટીમના ચાહકોને આશા છે કે ભારત આ મેચને જીતીને પાકિસ્તાન સામે પોતાના રેકોર્ડને 8-0 કરવા માગશે. કેમ કે વર્લ્ડ કપની છેલ્લી 7 મેચમાં ભારતે પાકિસ્તાન ટીમને પરાજય આપ્યો છે. તેના કારણે પાકિસ્તાન ટીમ પર થોડું વધારે મનોવૈજ્ઞાનિક દબાણ જરૂર હશે. કેપ્ટન રોહિત શર્મા જો આ મેચમાં ટોસ હારશે તો આ ટીમ ઈન્ડિયા માટે લકી સાબિત થઈ શકે છે. કેમ કે હાલના વર્લ્ડ કપમાં અત્યાર સુધી જે 11 મેચ રમાઈ છે. જેમાં ટોસ જીતનારી ટીમને 8 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે ટોસ જીતવામાં સફળ સાબિત થયો નહતો. પરંતુ ભારતે બંને મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને કચડવાના ઈરાદા સાથે આજે મેદાનમાં ટીમ ઈન્ડિયા ઉતરશે. સવારે 10 વાગ્યાથી મેદાનમાં એન્ટ્રી મળશે, બપોરે 12 વાગ્યે સેરેમની અને 2 વાગ્યે મેચ શરૂ થશે. ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ જોવા વિશ્વના અનેક દેશોમાંથી ક્રિકેટ રસિયા અમદાવાદ પહોંચ્યા છે. આ માટે 6 હજાર પોલીસ જવાનો ખડેપગે છે. ક્રિકેટ પ્રેમીઓનો જોશ સવારથી જ હાઈ છે. ભારત-પાકિસ્તાનની મેચનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે રમાનારી મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. સુરક્ષા માટે ગોઠવાયો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. બપોરે સાડા 12 વાગ્યે મનોરંજન કાર્યક્રમો યોજાશે. પ્રેક્ષકો માટે પાણી અને મેડિકલની વિશેષ સુવિધા રહેશે. તો બીજી તરફ, ભારત-પાકિસ્તાનની મેચમાં ટ્રાફિકથી બચવા મેટ્રોમાં મુસાફરી કરવાની પોલીસે ખાસ અપીલ કરી છે. 

વિજય સરઘસ માટે પરમિશન જરૂરી
સાથે જ જો ભારતની ટીમ મેચ જીતે તો પીલોસની મંજૂરી બાદ જ વિજય સરઘસ કાઢી શકાશે તેવી અતિ મહત્વની સૂચના જાહેર કરવામા આવી છે. મેચ બાદ વિજય સરઘસ કાઢવા માટે ખાસ મંજૂરી લેવી પડશે. 

2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ
મેચને પગલે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈ મોટેરા આસારામ આશ્રમ ચોકડી સુધીનો 2.5 કિમી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. મેચના 12થી 14 કલાક સુધી આ રસ્તા પરથી માત્ર ચાલીને જઈ શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3 અને માત્ર VVIPને જ પ્રવેશ આપવામાં આવશે.

૧૪-૧૦-૨૦૨૩ને શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ની ભારત  vs પાકિસ્તાન ની મેચ દરમ્યાન મેચ નિહારવા આવનાર ટિકિટ ધારક પ્રેક્ષકોને જણાવવામાં આવે છે કે ...

1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે ૧૦.૦૦ કલાકથી પ્રવેશ આપવામાં આવશે.

2.  બપોરે ૧૨.૩૦ કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

3.  પ્રેક્ષકો માત્ર પર્સ , મોબાઈલ ફોન , ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે

4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલ ની સુવિધા કરેલ છે.

5. તે સિવાય ની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં .

ખાસ પ્રકારના tethered ડ્રોનથી મેચ પર નજર 
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે tethered ડ્રોનથી રિહર્સલ કર્યું હતું. tethered ડ્રોનની ક્ષમતાની વાત કરીએ તો, તો તે સતત 12 કલાક સુધી ઉડી શકે છે. જે 5 કિલોમીટરનો એરિયા કવર કરે છે. 120 મીટર સુધી ઉચે જઈ શકે છે. જેમાં ખાસ પ્રકારના એચડી કેમેરા લગાડવામાં આવ્યા છે. મેચના દિવસે આ tethered ડ્રોન થી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news