ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી, પરીક્ષા વગર થશે પસંદગી, ફ્રીમાં જલદી કરો અરજી

ધોરણ 10 પાસ યુવાઓ માટે ખુશખબર છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) તરફથી અપ્રેન્ટિસશિપના પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે.

ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી, પરીક્ષા વગર થશે પસંદગી, ફ્રીમાં જલદી કરો અરજી

ધોરણ 10 પાસ યુવાઓ માટે ખુશખબર છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) તરફથી અપ્રેન્ટિસશિપના પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. જ્યારે ઉમેદવારો આ જગ્યા માટે 12 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. 

આ વેકેન્સી માટે ઉમેદવાર ફ્રીમાં અરજી કરી શકે છે. એટલે કે તમારે કોઈ પણ અરજી ફી ભરવાની જરૂર નથી. આ ભરતી દ્વારા કુલ 243 પદો ભરવામાં આવશે. અહીં લેખમાં રજિસ્ટ્રેશન, યોગ્યતા, સિલેક્શન પ્રોસેસ અને ઉંમર મર્યાદા વિશેની માહિતી આપવામાં આવી છે તે ખાસ જાણો. 

વેકેન્સી ડીટેલ્સ...

- ફીટરના 82 પદ

- ઈલેક્ટ્રીશિયનના 82 પદ

- વેલ્ડર (ગેસ એન્ડ ઈલેક્ટ્રિક) ના 40 પદ

- ટર્નર મશીનિસ્ટના 12 પદ

- ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિકના 5 પદ

- મિકેનિક ડીઝલ, મિકેનિક એમવીના 12 પદ

- કારપેન્ટરના 5 પદ

- પ્લમ્બરના 5 પદ

એજ્યુકેશન ક્વોલીફિકેશન અને ઉંમર મર્યાદા
આ પદ માટે અરજી કરવા ઉમેદવારોની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને ઉંમર મર્યાદાને તબક્કાવાર પૂરી કરવાની રહેશે. ત્યારે આ પદ માટે અરજી કરવા પાત્ર હશો. એજ્યુકેશન ક્વોલીફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર 10મું ધોરણ પાસ હોવા જોઈએ. આ સાથે જ સંબંધિત ટ્રેડમાં  (NCVT) થી આઈટીઆઈ પાસ હોવા જોઈએ. 

આ ઉપરાંત ઉમેદવારોની ઓછામાં ઓછી આયુ 18 વર્ષ અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એસસી, ઓબીસી, અને પીડબલ્યુડી વર્ગથી આવનારા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ મહત્તમ આયુમાં છૂટ આપવામાં આવશે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી લો. 

આ રીતે કરો અરજી

- ઉમેદવાર સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ucil.gov.in પર જાઓ. 
- હોમ પેજ પર ભરતી સંબધિત લિંક પર ક્લિક કરો. 
- જરૂરી તમામ ડિટેલ્સ જેમ કે ફોટો, સિગ્નેચર, આઈડી પ્રુફ અને એડ્રસને ધ્યાનથી અપલોડ કરો. 
- ફોર્મ સબમિટ કર્યા બાદ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો. 

સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આ પદ પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી મેરિટ બેસીસ પર થશે. તેમાં 10માં ધોરણના માર્ક્સના આધારે મેરિટ તૈયાર થશે. અત્રે જણાવવાનું કે વધુ યોગ્યતા ધરાવતા લોકોના પણ ફક્ત ધોરણ 10ના માર્ક્સ ગણવામાં આવશે. તે મુજબ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news