અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો

અમદાવાદ (Ahmedabad) ની એસવીપી હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે. હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે વારંવાર વિરોધમાં ઉતરી રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં. SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ફરી નારાજ થયો છે. ત્યારે આજે હોસ્પિટલની બહાર 50 થી 60 નર્સિંગના કર્મીઓ એકઠા થઇને વિરોધ દર્શાવ્યો હતો. SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવામાં આવશે તેવા કરેલા વાયદા પૂર્ણ ન થતા કર્મચારીઓ નારાજ થયા છે. હજી સુધી 150 જેટલા નર્સિંગના કર્મીઓને પગાર ચૂકવાયો નથી તેવી વાત તેઓએ જણાવી હતી. 
અમદાવાદ : દિવસ લેખે પગાર આપવાનો વાયદો પૂર્ણ ન કરતા SVP નો નર્સિંગ સ્ટાફ ફરી વિફર્યો

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ની એસવીપી હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે. હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે વારંવાર વિરોધમાં ઉતરી રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં. SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ફરી નારાજ થયો છે. ત્યારે આજે હોસ્પિટલની બહાર 50 થી 60 નર્સિંગના કર્મીઓ એકઠા થઇને વિરોધ દર્શાવ્યો હતો. SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવામાં આવશે તેવા કરેલા વાયદા પૂર્ણ ન થતા કર્મચારીઓ નારાજ થયા છે. હજી સુધી 150 જેટલા નર્સિંગના કર્મીઓને પગાર ચૂકવાયો નથી તેવી વાત તેઓએ જણાવી હતી. 

Unlock-1 માં અનસેફ બન્યું અમદાવાદ, કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું 

નર્સિંગ સ્ટાફને દિવસ દીઠ પગાર સિવાય 250 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ ચુકવણી ન કરાઇ, જેથી નર્સિંગ સ્ટાફની નારાજગી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, નર્સિંગના કર્મીઓને 15 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધીના દિવસ લેખે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાના શરૂઆતના 15 દિવસ અને મે મહિનાના દિવસો લેખે હજુ સુધીના નાણાં ચૂકવાયા નથી. તેમજ જે 15 દિવસ લેખે 250 રૂપિયા ચૂકવવામાં આવ્યા તેમાં પણ કેટલાકને ઓછા અથવા કેટલાકને ના મળ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. 

‘પક્ષપલટુએ ગામમાં આવવું નહિ...’ મોરબીના વધુ એક ગામમાં બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લાગ્યા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ Svp હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હળતાલ પર ઉતર્યો હતો. Amcમાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ ભાજપ શાસકો પર ગંભીર આરોપ મૂક્યા હતા કે, શાસકોના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરે પગાર કાપવાની હિંમત કરી છે. કોન્ટ્રકટર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ત્યારે Svp હોસ્પિટલમાં થયેલા હોબાળા બાદ amc સક્રિય થયું હતું. કોરોના મામલે કાર્યરત સ્ટાફ મામલે નિર્ણય લેવાયો હતો કે, કોઈપણ કોન્ટ્રકટર amc ની મંજૂરી વગર મેનપાવરમાં ફેરફાર નહિ કરી શકે. મેનપાવર અંગેના નિયમોમાં ફેરફાર કરશે તો કડલ પગલાં લેવાની ચીમકી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news