RTOનું વધુ એક કૌભાંડ! ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવાના મહાકૌભાંડનો પર્દાફાશ, આ રીતે અપાતો અંજામ
જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટકટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો અને ગાંધીનગર આરટીઓમાં ફરજ બજાવતા બે એ આરટીઓની મીલીભગત થી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરાવી આપવાના કૌભાંડ ની શરૂઆત કરી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: સાયબર ક્રાઇમે ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એ આરટીઓની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.
આરટીઓમાં લાયસન્સને લઈને ચાલતી લાલિયા વાડી દૂર કરવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટકટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો અને ગાંધીનગર આરટીઓમાં ફરજ બજાવતા બે એ આરટીઓની મીલીભગત થી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરાવી આપવાના કૌભાંડ ની શરૂઆત કરી. આરોપીઓ 10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.
જો કે આર ટી ઓ ના અધિકારીને આ બાબત ની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસ એ તપાસ કરી એ આર ટી ઓ સમીર રતન ધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે અત્યાર સુધીમાં તેઓએ આ રીતે નવ લાયસન્સ ઇસ્યુ કરાવી આપ્યા છે.
આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં ટેસ્ટ લીધા વગર જ લાયસન્સ કરાવી આપતા હતા.ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.છેલ્લા એક વર્ષ થી તેઓ આ રીતે લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે.જેમાં એજન્ટ ભાવીન શાહ અરજદારોને લઈ આવતો હતો અને ઓનલાઇન અરજી કરાવી તેની વિગતો અન્ય બે આરોપી ઓને આપતો હતો.
પોલીસે હાલમાં ત્રણેય આરોપી ઓની ધરપકડ કરીને આરોપીઓએ કોને કોને લાયસન્સ આપ્યા છે તે વધુ તપાસ શરૂ કરી છે.જો કે તપાસ દરમિયાન અન્ય કેટલાક એજન્ટો ની પણ ધરપકડ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે