અમદાવાદમાં શ્વાસ લેતા પહેલા જોઈ લેજો તમારા વિસ્તારની હવા કેટલી ચોખ્ખી છે!!!  

સમગ્ર રાજ્ય અને અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક તરફ ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે તો સાથે સાથે અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI 259 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે. અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા અનેક વિસ્તારો એવા છે, જ્યાંની હવામાં પણ પ્રદૂષણ (pollution) નુ સ્તર ઉચ્ચતમ લેવલે દેખાયુ છે. જે બતાવે છે કે અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે.

અમદાવાદમાં શ્વાસ લેતા પહેલા જોઈ લેજો તમારા વિસ્તારની હવા કેટલી ચોખ્ખી છે!!!  

અતુલ તિવારી/ઉદય રંજન/અમદાવાદ :સમગ્ર રાજ્ય અને અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક તરફ ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે તો સાથે સાથે અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI 259 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે. અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા અનેક વિસ્તારો એવા છે, જ્યાંની હવામાં પણ પ્રદૂષણ (pollution) નુ સ્તર ઉચ્ચતમ લેવલે દેખાયુ છે. જે બતાવે છે કે અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે.

અમદાવાદ શહેરનું એર ક્વોલિટી ઈન્ડેક્સ (air quality index) 259 પર પહોંચી ગયુ છે. AQI 259 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવે છે. પરંતુ અમદાવાદના વિવિધ વિસ્તારો પર નજર કરીએ તો ત્યાં પણ શ્વાસ લેવા જેવી સ્થિતિ નથી. પોશ કહેવાતા વિસ્તારોની હાલત અત્યંત ખરાબ છે.

પ્રદૂષણનું અત્યંત ખરાબ સ્તર
નવરંગપુરા, પીરાણા, બોપલ, એરપોર્ટ ખાતે AQI 300 ને પાર છે, જે હવામાં પ્રદૂષણનું પ્રમાણ અત્યંત ખરાબ સ્થિતિમાં દર્શાવે છે. નવરંગપુરનું AQI 350, પીરાણાનું AQI 313, બોપલનું AQI 302, એરપોર્ટનું AQI 300 એ પહોંચ્યું

પ્રદૂષણનુ ખરાબ સ્તર
રાઈખડનું AQI 256, સેટેલાઈટનું AQI 239, ચાંદખેડાનું AQI 228, લેખવાડાનું AQI 218 પર પહોંચ્યું, 200 પર AQI હોવું એ હવામાં પ્રદૂષણનું ખરાબ સ્થિતિ માનવામાં આવે છે.

પ્રદૂષણનું ઓછું સ્તર 
ગિફ્ટ સીટીનું AQI 159 છે, જ્યારે રખિયાલનું AQI માત્ર 64 પર છે. 

આમ, શહેરમાં ઠંડી વધતા હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પ્રદૂષણનું આ સ્તર બતાવે છે કે અમદાવાદની હવામાં ઝેર ભળ્યુ છે, જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news