અમદાવાદના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું, રસ્તામાં મહિલાને રોકી...

Police Officer Molest Woman : નરોડા વિસ્તારમાં એક પોલીસ કર્મચારીએ પાડોશમાં રહેતી મહિલાની છેડતી કરીને તેને અવારનવાર હેરાન કરી
 

અમદાવાદના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું, રસ્તામાં મહિલાને રોકી...

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું હતું. એક મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું. સમગ્ર મામલે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

તસવીરમાં દેખાતો આ શખ્સ જયરાજ વાળા છે. જે અમદાવાદના પૂર્વમાં આવેલ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હાલ જયરાજ વાળા ફરાર છે. કારણકે તેની સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદમાં કહ્યું કે, જ્યારે તે અગાઉ એક ફ્લેટમાં રહેતી હતી ત્યારે આ પોલીસકર્મી જયરાજ વાળા પણ ત્યાં રહેતો હતો. બંને વચ્ચે ઓળખાણ થયા બાદ આરોપી તેને પ્રેમ કરવા લાગ્યો હતો. બસ આ જ વાતને લઈને તેણે મહિલાને સંબંધ રાખવા દબાણ કર્યું. અને આટલાથી ન અટકી છેડતી કરી હતી. આ બાદ મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, ઘણા સમયથી આરોપી પોલીસ કર્મીએ મહિલાને હું તને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે તેમ કહી ને હેરાન કરતો હતો. મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા માંગણીઓ પણ કરતો હતો. એટલું જ નહિ અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને હેરાન કરતો હતો. જેથી મહિલાએ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. 

થોડા દિવસ પહેલા બપોરે મહિલા ઘરેથી કામ નીકળી ત્યારે જયરાજ ત્યાં પહોંચ્યો હતો. મહિલાના એક્ટીવાની ચાવી લઇ એક્ટીવા પર બેસીને કહેવા લાગ્યો કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ નાં કહે છે. આમ કહી બભત્સ ગાળો બોલવા લાગ્યા આરોપીએ મહિલાને ગાળો બોલી સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અવાર નવાર પોલીસ કર્મીઓ પર બળાત્કાર કે છેડતી સહિતના ગુના નોંધાઈ રહ્યા છે. કાયદાનું પાલન કરાવનાર જ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હવે આ ફરાર કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news