ઓઇલી ફૂડ ખાધા પછી પી લેવું આ Drink, પેટમાંથી નહીં આવે ગુળગુળનો અવાજ કે નહીં થાય એસિડીટી

Oily Food Side Effect: ઓઇલી ફૂડ ખાવાથી સૌથી પહેલા તો ગેસ, એસિડીટી જેવી તકલીફ તુરંત થઈ જાય છે. આ રીતે થતી તકલીફોને દૂર કરવામાં એક વસ્તુ તમને મદદ કરી શકે છે.

ઓઇલી ફૂડ ખાધા પછી પી લેવું આ Drink, પેટમાંથી નહીં આવે ગુળગુળનો અવાજ કે નહીં થાય એસિડીટી

Oily Food Side Effect: ભારતમાં ઓઇલી અને તળેલા ખોરાક ખાવાનું ચલણ વધારે છે. લગ્ન હોય કે પાર્ટી દરેક જગ્યાએ તેલવાળું ભોજન સૌથી વધારે પીરસવામાં આવે છે. આવી વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ મોટાભાગના લોકો પોતાની ડાયટ પર કંટ્રોલ કરી શકતા નથી અને તળેલી વસ્તુઓ ખાતા રહે છે. ઓઈલી ફૂડ વધારે ખાવાથી કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ અટેક જેવી તકલીફ થઈ શકે છે. પરંતુ ઓઇલી ફૂડ ખાવાથી સૌથી પહેલા તો ગેસ, એસિડીટી જેવી તકલીફ તુરંત થઈ જાય છે. આ રીતે થતી તકલીફોને દૂર કરવામાં એક વસ્તુ તમને મદદ કરી શકે છે.

આ પણ વાંચો: 

ઓઇલી ફૂડ ખાધા પછી ઘણી વખત પેટમાંથી અવાજો આવે છે અને ગેસ અને એસિડિટી પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો ઓઈલી ફૂડ ખાધા પછી તમે હુંફાળું ગરમ પાણી પી લેશો તો તેનાથી શરીરને આવી તકલીફો થશે નહીં. ફક્ત ઓઇલી ફૂડ નહીં પરંતુ વધારે ખાઈ લીધું હોય ત્યારે પણ જમ્યા પછી હુંફાળું ગરમ પાણી પી લેશો તો ભોજન પચવામાં સરળતા રહેશે અને સ્વાસ્થ્ય સમસ્યા પણ નહીં થાય. 

 હુંફાળું પાણી પીવાના ફાયદા

- જે લોકો હુંફાળું ગરમ પાણી પીવે છે તેનું શરીર ડિટોક્ષ રહે છે. એટલે કે શરીરમાં ગંદકી જામતી નથી.

- હુંફાળું પાણી પીવાથી ચરબી પણ દૂર થાય છે. હુંફાળું પાણી પીવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news