નશાબંદીના લીરેલીરાઃ પોલીસે 7 કિલો ગાંજા સાથે મહિલાની કરી ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

એસઓજી ક્રાઈમના (SOG Crime) ડીસીપી(DCP) ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, "સરદારનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પોલીસે દારૂનું વેચાણ કરતા બૂટલેગરો પર તવાઈ બોલાવી છે. જેથી હવે બુટલેગરો દેશી દારૂ બનાવવાના બદલે નશાનો સામાન વેચતા થયા હોય તેવું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતીના આધારે અમદાવાદ એસઓજીની ટીમે સરદારનગરમાં રેડ પાડીને 7 કિલો ગાંજાના જથ્થા સાથે પ્રતિક્ષણાબેન ઉર્ફે પ્રતિક્ષા ઉર્ફે ઢીંગી માંછરેકરની ધરપકડ કરી છે."

નશાબંદીના લીરેલીરાઃ પોલીસે 7 કિલો ગાંજા સાથે મહિલાની કરી ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

મૌલિક ધામેચા/અમદાવાદઃ રાજ્ય પોલીસ વડા દ્વારા નાર્કોટિક્સની (Narcotics) પ્રવૃતિને અટકાવવા માટે કરેલા કડક સૂચન બાદ રાજ્યભરમાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ એસઓજી(SOG) દ્વારા દારૂના નામે બદનામ થયેલા છારાનગરમાં રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં 7 કિલો ગાંજાનો(7 Kg Cannabis) જથ્થો કબ્જે કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. જોકે નશાના માલ સામાનની હેરાફેરી કરતો મુખ્ય આરોપી(Main Accuse) ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે વિગતો આપતા એસઓજી ક્રાઈમના (SOG Crime) ડીસીપી(DCP) ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, "સરદારનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પોલીસે દારૂનું વેચાણ કરતા બૂટલેગરો પર તવાઈ બોલાવી છે. જેથી હવે બુટલેગરો દેશી દારૂ બનાવવાના બદલે નશાનો સામાન વેચતા થયા હોય તેવું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતીના આધારે અમદાવાદ એસઓજીની ટીમે સરદારનગરમાં રેડ પાડીને 7 કિલો ગાંજાના જથ્થા સાથે પ્રતિક્ષણાબેન ઉર્ફે પ્રતિક્ષા ઉર્ફે ઢીંગી માંછરેકરની ધરપકડ કરી છે. આરોપી રૂ.50 અને રૂ.80ની કિંમતની ગાંજાની નાની-નાની પડિકી બનાવીને વેચાણ કરતી હતી જોકે, તેને ગાંજાનો જથ્થો લાવી આપનાર તેનો પતિ વિજય ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે."

ડીસીપી ડો. હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું કે, " પ્રતિક્ષાની ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનો પતિ વિજય ગાંજાનો જથ્થો સુરતથી અમદાવાદ લાવે છે અને તેમાંથી તે નાની-નાની પડિકી બનાવી છૂટક વિસ્તારમાં વેચાણ કરે છે. છેલ્લા 1 વર્ષ કરતાં ઓછા સમયથી પતિ-પત્નીએ મળીને નશાનો આ કારોબાર શરૂ કર્યો હતો."

ડીપીએસ શાળાને હવે ખબર પડી કે નિત્યાનંદ આશ્રમથી બાળકો પર ખરાબ અસર થાય છે... જુઓ વીડિયો...

ઉલ્લેખનીય છે કે, સરદારનગરમાં દારૂની બદીને ડામી દેવા માટે પોલીસ છેલ્લા 1 વર્ષથી અવાર-નવાર રેડ પાડતી રહે છે. જોકે, આ આરોપી દારૂનું વેચાણ કરતો ન હોવાથી પોલીસની નજરથી બચી જતો હતો. આરોપી ગાંજાની હેરાફેરી કરતો હોવાની માહિતી મળતા પોલીસે રેડ પાડી હતી અને આરોપીની ધરપકડ કરવા સાથે જ  નશાના કારોબારમાં સંડોવાયેલ અન્ય લોકોને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news