'હર્ષદ મહેતા'એ 58 દિવસમાં કેવી રીતે ઘટાડ્યું 10 કિલો વજન? જુઓ VIDEO
'સ્કેમ 1992-ધ હર્ષ મહેતા સ્ટોરી' (Scam 1992- The Harshad Mehta Story)ના એક્ટર પ્રતિક ગાંધી પોતે ટ્રાંસફોર્મેશનની આ પ્રોસેસમાંથી પસાર થઇ ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મમાં કોઇ ખાસ રોલ ભજવવા માટે સેલિબ્રિટીઝ મોટાભાગે વજન ઘટાડતા અથવા વધારવા રહે છે. પાત્રમાં ફિટ બેસવા માટે વજન વધારવું તો ઇઝી થઇ શકે છે, પરંતુ વજન ઘટાડવા માટે આકરી મહેનત અને ધૈર્યની જરૂર પડે છે. 'સ્કેમ 1992-ધ હર્ષ મહેતા સ્ટોરી' (Scam 1992- The Harshad Mehta Story)ના એક્ટર પ્રતિક ગાંધી પોતે ટ્રાંસફોર્મેશનની આ પ્રોસેસમાંથી પસાર થઇ ચૂક્યા છે. ફિલ્મની શૂટિંગ પુરી થયા બાદ પ્રતિકે ફક્ત 58 દિવસમાં 10 કિલો વજન (Pratik Gandhi weight loss) ઘટાડ્યું હતું.
પ્રતિક ગાંધીએ ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ટ્રાંસફોર્મેશનનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં પ્રતિક ગાંધીએ વજન ઘટાડવા માટે પરસેવો પાડતા જોવા મળ્યા છે. પ્રતિક ગાંધીએ પડદા પર હર્ષદ મહેતાનું પાત્ર ભજવવા માટે વજન વધાર્યું હતું. પરંતુ ફરીથી ફિટ થવા માટે તેમણે પોતાના ઘરને જ ફિટનેસ સેન્ટર બનાવવું પડ્યું.
પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં પ્રતિક ગાંધીએ લખ્યું હતું કે જીવનમાં પહેલીવાર મેં મારું વજન વધાર્યું હતું. આ મે મારા કેરિયરની અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ માટે કર્યું હતું. વજન વધાર્યા બાદ મેં એક બિલકુલ અલગ માણસ થઇ ચૂક્યો હતો. પહેલાંની માફક શેપમાં આવવા માટે મારે ભારે મહેનત કરવી પડી.
પ્રતિક ગાંધીએ આગળ લખ્યું '86થી 76 કિલોગ્રામ અને 38 થી 33 વર્ષની ઉંમર સુધી આવવા માટે મને 58 દિવસ જોરદાર પરસેવો વરસેવો પડ્યો. તમને જણાવી દઇએ કે સ્કેમ 1992માં પ્રતિક ગાંધીના અભિનયની ચોતરફ પ્રસંશા થઇ રહી છે. વેબસીરીઝમાં પોતાની જોરદાર એક્ટિંગથી તેમણે ફેન્સને દિવાના બનાવી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે