મોટો નિર્ણય : અમદાવાદમાં મેટ્રોનો સમય બદલાયો, હવે વધુ સમય દોડશે મેટ્રો
Ahmedabad Metro : મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યા સુધી દોડશે મેટ્રો
Trending Photos
Metro Train Timings Change : અમદાવાદમાં દોડતી મેટ્રો માટે મોટો નિર્ણય લેવાયો છે. હવેથી અમદાવાદમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સવારનો મેટ્રો ટ્રેનનો સમય ૯ વાગ્યાનો હતો, જે હવે બદલીને સવારે 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ૩૦ જાન્યુઆરીથી નવો સમય અમલી થશે.
નવા ફેરફાર અનુસાર, હવેથી અમદાવાદમાં વધુ સમય મેટ્રો ટ્રેન દોડશે. હાલમાં સવારના 9 થી રાત્રીના 8 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલે છે. પરંતું 30 મી જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. તેમજ મેટ્રો ટ્રેનની ફિક્વન્સી પણ દર 15 મિનિટની કરવામાં આવી છે. દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.
આ પણ વાંચો :
#Ahmedabad : @MetroGujarat એ સમય માં ફેરફાર કર્યો..
- 30 જાન્યુઆરી 2023 થી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે#metro #metrotimings #Ahmedabadmetro #metrotrain #Gujarat #ZEE24Kalak pic.twitter.com/GC65w6HncY
— Zee 24 Kalak (@Zee24Kalak) January 17, 2023
ઉલ્લેખનીય છે કે, મેગા સિટી અમદાવાદમાં હવે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આવામાં નોકરિયાત વર્ગ માટે મેટ્રોની સુવિધા ફાયદાકારક છે. મેટ્રોનો સમય વધારવામાં આવતા વહેલા ઓફિસ જનારા અને મોડી રાત સુધી ઓફિસમાં કામ કરનારા લોકોને ફાયદો થશે. વધુ લોકો મેટ્રોની સુવિધાનો લાભ ઉઠાવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે