સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીની મોટી ભેટ, વર્ષના પહેલા જ મહિને આપી ખુશખબર

Big Announcement : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીની ભેટ..... દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો વધારો.....

સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીની મોટી ભેટ, વર્ષના પહેલા જ મહિને આપી ખુશખબર

Sabar Dairy Big Announcement શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ જાહેરાતથી સાબરકાંઠા અને અરવલ્લીના 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. આ નવો ભાવવધારો 21 મી જાન્યુઆરીથી લાગુ થશે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીએ છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવોમાં વધારો કર્યો છે. ત્યારે સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતને ધ્યાને રાખીને પશુપાલકો માટે દૂધના ભાવોમાં વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે સાબરડેરીએ ભાવ વધારો કરતા જ પશુપાલકોને આંશિક રાહત થઈ છે. 2023 ની શરૂઆતમાં જ સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. 

આ પણ વાંચો : 

એક તરફ દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીમાં ટકી રહેવું મુશ્કેલ છે, ત્યારે બીજી તરફ સાબર ડેરીએ પશુપાલકોને ખુશ કરી દીધા છે. ત્યારે સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં ભાવ વધારો કરતા પશુપાલકોમાં આનંદ છવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news