એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત, પરિવાર પર આભ તૂટ્યું
Ahmedabad Student Suicide : અમદાવાદના એલડી કોલેજની હોસ્ટેલનાં રૂમમાં વિદ્યાર્થીની લાશ મળી, હોસ્ટેલનાં D બ્લોકનો બનાવ, વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યાને લઈ તપાસ શરૂ, મૃત વિદ્યાર્થી પાસેથી બ્લેડ મળી આવી
Trending Photos
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બલ્ડ માર્યાના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાની શંકા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ,એલ. ડી એન્જીન્યરીંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરગના ચોથા સેમેસ્ટર અભ્યાસ કરતો ઉર્વિંન ચૂહિયા નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો.
ઉર્વિનનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ અને રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો, જેથી હોસ્ટેલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉર્વિને જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. ઉર્વિનની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં ઉર્વિન મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી તેને ભવિષ્ય અંગે ડર લગતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળ વાસનો રહેવાસી છે. તેના પરિવારને આ વિશેની જાણ કરતા તેમના પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે