ગુજરાતના સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર, માઈભક્તો માટે ખુશખબર!
Bhadaravi Poonam : અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ, અંબાજીમાં યોજાઈ ભાદરવી પૂનમની બેઠક
Trending Photos
Ambaji Temple : અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માઈ ભક્તો માટે આ એક રુડો અવસર બની રહે છે. જ્યા લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પુનમનો મહામેળો ભરાતો હોય છે. જે ભારતભરમાં પદયાત્રીઓનો સૌથી મોટો મેળો અંબાજી ખાતે ભરાતો હોય તેવું માનવામાં આવે છે. ફરી આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમનો મહામેળો તારીખ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ભરાશે. જેમાં 30 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતા છે.
મેળા વિશે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજીમાં આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધા મળી રહે સાથે કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાયેલી રહે તેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મેળાના લાઇઝન અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા જેવી કે લાઈટ પાણી આરોગ્ય રહેવા જમવા સાથે ની અનેક વ્યવસ્થાઓની સુચારુ વ્યવસ્થા થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી.
મેળામાં આવતા વાહનોને પાર્કિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા પણ આ તબક્કે ઉપસ્થિત કરવામાં આવશે. આ બેઠકમાં અધિક કલેક્ટર, કૌશિક મોદી વિભાગીય પોલીસ અધિક્ષક જીજ્ઞેશ ગામીત સહિતના અન્ય વિભાગના અધિકારીઓ પણ આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શક્તિ ભક્તિ અને અસ્થાના કેન્દ્ર સમા વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના મેળા દમરિયાન લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે. પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા થાય છે. જ્યાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સગવડો પુરી પાડવામાં આવે છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને કરવા પગપાળા યાત્રા કરે છે, ત્યારે લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર બની રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે