અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો : હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીના મોત, 5 ની હાલત ગંભીર
Ahmedabad Khyati Hospital : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ હંગામો..કડીથી આવેલા દર્દીઓના સગાઓનો હોબાળો... એન્જિયોગ્રાફી અને હ્દયમાં સ્ટેન્ટ મુક્યા બાદ બે દર્દીના મોત થયાનો આક્ષેપ અને 5 ICUમાં દાખલ... સ્ટેન્ટ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ... કડીમાં ફ્રી કેમ્પમાં તપાસ બાદ 19 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અમદાવાદ..
Trending Photos
Ahmedabad News : અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા. સ્ટેન્ટ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે. ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાંખ્યા.
- સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત
- અન્ય 5 દર્દીઓ હાલ ICU માં સારવાર હેઠળ
- તમામ 19 ની એન્જિયોગ્રાફી કરી
- 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરી
શું બન્યું હતું
તો મૃતક સેનમા નાગરભાઈના જમાઈ પોપટ સેનમાએ ZEE 24 કલાક સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગામમા હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી 80-90 લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના 19 લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતી. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
મમ્મીની સાથે પપ્પાનું પણ ઓપરેશન કરી નાંખ્યું
એક દર્દીમા સંબંધી નયનભાઈએ ZEE 24 કલાકની વાતચીતમાં જણાવ્યું કે, મારાં બાને તકલીફ હતી, જેઓ મારા પપ્પા જોડે આવ્યા હતા. પપ્પાને કોઈ તકલીફ ન હતી. પરંતું મમ્મી જોડે પપ્પાનું પણ ઓપરેશન કરી નાંખ્યું. હવે તેઓ ICU માં એડમિટ છે.
ડો.પ્રશાંત વજીરાનીએ કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં ડો પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. દર્દીઓના સારવારના પેપરમાં ડોક્ટરનું નામ ડો પ્રશાંત વજીરાની છે. તેઓ અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાં કામ કરે છે. ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર કરે છે.
આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા લેવા કૌભાંડ રચ્યાનો આરોપ
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. પરંતું આ તમામમાંથી કોઈપણ જાણ વિના 19 જણા ની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતી. મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા કપાઈ ગયા હોવાનું દર્દીઓના સગાઓનું કહેવું છે. ગામના લોકોનો આક્ષેપ છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમને મારી નાંખ્યા.
તો બીજી તરફ, ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર મામલે amc હેલ્થ વિભાગને માહિતી મળી હતી. હેલ્થ વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી સ્થળ તપાસ કરશે. દર્દીઓના સગા અને હોસ્પિટલ મેનેજમેન્ટને સાંભળી માહિતી મેળવશે. બંને પક્ષે રજુઆત સાંભળ્યા બાદ સરકારમાં જાણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે