કોઈ કાળે ભાજપ અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ નહિ ગુમાવે, સોલિડ માસ્ટર પ્લાન બનાવ્યો
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 30 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે. છતાં અમદાવાદ જિલ્લા પંચાયત (jilla panchayat) માં ભાજપમાં પ્રમુખપદ ગુમાવી શકે તેવુ દેખાઈ રહ્યું છે. જોકે, પ્રમુખ પદ માટે ભાજપ એડીચોટીનુ જોર લગાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ માટે ભાજપ પોતાના નવા માસ્ટર પ્લાન પર પણ કામ કરી શકે છે.
શું છે ભાજપનો માસ્ટર પ્લાન
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ (congress) ના પ્રમુખ ન બને તે માટે હવે ભાજપે નવી રણનીતિ બનાવી છે. અનામત રોટેશન પ્રમાણે અમદાવાદ (Ahmedabad) જિલ્લા પંચાયત પ્રમુખ પદ પર આદિવાસી અનામત છે. ત્યારે કોંગ્રેસ મહિલા ઉમેદવાર પારૂબહેન પઢાર શાહપુર ચૂંટણીમાં જીત્યા છે. જોકે, 34 માંથી 30 બેઠકો જીતવા છતાં પણ ભાજપને પ્રમુખ પદ નહિ મળે. ભાજપ પોતાની સુરક્ષિત બેઠક પર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા એક સદસ્યને રાજીનામું અપાવશે. ખાલી કરેલ બેઠક પર ભાજપ આદિવાસી ઉમેદવારને ચૂંટણી લડાવશે. આદિવાસી ઉમેદવારને જીતાડી અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવામાં આવશે.
આદિવાસી અનામત ઉમેદવાર કોંગ્રેસ પાસે છે
એસટી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પારુલબેન એકમાત્ર ચૂંટણી જીત્યા છે. ત્યારે ભાજપને અમદાવાદ જિલ્લા પંચાયત (local election) માં જંગી બહુમતી મળી હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ બનાવવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ગણિત એવું બતાવે છે કે, કૉંગ્રેસને અમદાવાદ જિલ્લા પંચાયતમાં માત્ર ચાર બેઠક મળી છે. જોકે, અનામત બેઠક પર કૉંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી જીતી જતા એવી સ્થિતિ ઊભી થશે કે પ્રમુખ પદ પર પણ કૉંગ્રેસ હશે અને વિપક્ષ પર પણ કૉંગ્રેસ હશે. ભાજપ પાસે બહુમત હોવા છતાં કૉંગ્રેસી ઉમેદવાર પારૂબેન પઢાર અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત પ્રમુખ રહેશે.
ભાજપ કોઈ કાળે પ્રમુખ પદ નહિ ગુમાવે
જોકે, ભાજપ પ્રમુખપદ પોતાના હાથમાંથી ગુમાવવા માંગતુ નથી. તેથી ભાજપે આ માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. જે મુજબ, ભાજપ પોતાની સુરક્ષિત સીટ પર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા એક સદસ્યને રાજીનામુ અપાવશે. જેના બાદ આ બેઠક ખાલી પડશે. પછી ખાલી પડેલી બેઠક પર ભાજપ આદિવાસી ઉમેદવારને ચૂંટણી (gujarat election) લડાવશે. આમ, ભાજપ જિલ્લા પંચાયત પર પોતાનો પ્રમુખ ઉભો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 30 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તમામ 31 જિલ્લામાં ભાજપની જીત થઈ છે. 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે