આઘાતજનક ખુલાસો, તથ્યએ જેગુઆર કારને બ્રેક જ નહતી મારી, આ કારણથી અચાનક અટકી ગઈ કાર
Ahmedabad Tathya Patel Accident Case: ગુજરાતના અમદાવાદમાં 19મીએ મધરાતે ઈસ્કોન બ્રિજ પર થયેલો ગોઝારો અકસ્માત કોણ ભૂલી શકે જેમાં એક નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી અનેક લોકોને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યા અને 9 લોકોના કરુણ મોત નિપજ્યા. આ અકસ્માતની ઘટના અંગે તપાસમાં એવી એવી વિગતો સામે આવી રહી છે જે જાણીને હક્કાબક્કા રહી જશો.
Trending Photos
Ahmedabad Tathya Patel Accident Case: ગુજરાતના અમદાવાદમાં 19મીએ મધરાતે ઈસ્કોન બ્રિજ પર થયેલો ગોઝારો અકસ્માત કોણ ભૂલી શકે જેમાં એક નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી અનેક લોકોને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યા અને 9 લોકોના કરુણ મોત નિપજ્યા. આ અકસ્માતની ઘટના અંગે તપાસમાં એવી એવી વિગતો સામે આવી રહી છે જે જાણીને હક્કાબક્કા રહી જશો. થાર ગાડી અને ટ્રકનો જે અકસ્માત થયો હતો તે જોવા અને તપાસ માટે ભેગા થયેલા લોકોને જોઈને તથ્યએ કારને બ્રેક મારી જ નહતી. માત્ર એક્સિલેટર પરથી પગ હટાવ્યો હતો. આ ઘટના પર FSL, RTO અને જેગુઆર કંપનીએ પોત પોતાના રિપોર્ટ સોંપી દીધા છે.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો
મંગળવારે યુકેથી જેગુઆર કંપનીએ ઈમેઈલ કરીને ટ્રાફિક પોલીસને એક રિપોર્ટ સોંપ્યો. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તથ્ય પટેલે બ્રિજ પર ટોળાને જોઈને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર પરથી પગ જ હટાવી દીધો અને 141.27ની સ્પીડે ગાડી 15થી વધુ લોકો સાથે ધડાકાભેર ભટકાઈ. એટલે કે લોકોને અડફેટે લીધા ત્યારે ગાડીની સ્પીડ 141.27 કિલોમીટર પ્રતિ કલાક હતી.
વગર બ્રેકે આ રીતે અટકી ગઈ હતી કાર
બ્રીજ પર લોકને ટક્કર મારતી જગુઆર કારના જ્યારે કાચ ફૂટ્યા તો સેન્સર એક્ટિવ થઈ ગયા હતા અને ત્યારબાદ 300 ફૂટ દૂર જઈને આ જેગુઆર કાર લોક થઈ ગઈ હતી. કાર લોક થઈ ત્યારે તેની ઝડપ 108 કિમી પ્રતિ કલાકની હતી. તથ્ય સાથે ગાડીમાં જે મિત્રો હતા તેમણે પણ તથ્યેએ ગુનાઈત બેદરકારી દાખવી એ જણાવ્યું છે. માહિતી મુજબ તથ્ય ઈસ્કોન બ્રિજ પર ચઢતી વખતે 150ની સ્પીડે ગાડી ચલાવતો હતો. ટોળાને જોઈને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર પરથી પગ જ હટાવી દીધો. જેના કારણે 141.27ની સ્પીડે અગાઉ થયેલા અકસ્માતમાં મદદે આવેલા લોકોને કારે અડફેટે લીધા. કાર 141.27ની સ્પીડે 0.5 સેકન્ડમાં 15થી વધુ વ્યક્તિઓને અથડાઈ હતી અને પછી 300 ફૂટ દૂર જઈને 108ની સ્પીડે લોક થઈને ઊભી રહી ગઈ હતી. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે જેગુઆરમાં થયેલું નુકસાન માત્ર માનવબોડી સાથે ભટકાવવાથી થયાનું રિપોર્ટમાં ફલીત થયું છે. જેગુઆર કંપનીનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ સમાન હોવાનું સામે પણ આવ્યું છે.
કલમ 308 ઉમેરાઈ
નવ લોકોનો ભોગ લેવાના કેસમાં એસજી-2 ટ્રાફિક પોલીસે તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ હર્ષદભાઈ પટેલ (શાંતિ બંગલોઝ, ગોકુલ હોટલ પાસે, એસજી હાઈવે) સામે આઈપીસીની કલમ 279 (વાહનથી ઈજા પહોંચાડવી), 337 (કાર બેદરકારીપૂર્વક હંકારી ઈજા પહોંચાડવી), 338 (કારથી ગંભીર ઈજાઓ પહોંચાડવી), 504 (જાહેરમાં શાંતિ સુલેહનો ભંગ કરવો) , 506-2 (ધાક ધમકી આપવી) અને 114 (અપરાધમાં પ્રોત્સાહન આપવું) મુજબ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં હાલ બંને પિતા પુત્ર જેલમાં છે.
ના હોય! અડધી રાતે ફરવા મોકલનાર તથ્યની બહેનપણીઓનું આવું છે ફેમિલી બેકગ્રાઉન્ડ#tathyapatel #AhmedabadAccident #ahmedabadroadaccident #Gujarat #zee24kalakorignalvideo pic.twitter.com/ev88mg30Rt
— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2023
રિપોર્ટ પરથી સાબિત થાય છે કે તથ્ય પટેલે અતિ ગંભીર બેદરકારીથી વાહન ચલાવીને ઈરાદાવગર હત્યા નિપજાવી હોવાનું જણાય છે. આવા સંજોગોમાં તથ્ય પટેલ સામે ઈરાદા વગર હત્યા નિપજાવવા બ અંગેની કલમ 308 પણ પોલીસ ઉમેરશે. આ કલમ ઉમેરાશે તો તેની સજામાં વધારો થઈ શકે છે. ઈસ્કોન કાર અકસ્માત કેસમાં બે દિવસમાં ચાર્જશીટ ફાઈલ થઈ શકે છે. આ કેસ ઉપરાંત મોવ કાફેની દીવાલમાં થાર ઘૂસાડવાના કેસમાં પણ તથ્ય સામે કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવશે.
ત્રીજો કેસ પણ દાખલ
આજે તથ્ય સામે ત્રીજી પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. છ મહિના પહેલા પણ જેગુઆર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. નવા વર્ષની થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગયો તો ત્યારે તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો. ગાંધીનગરનાં સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામની ભાગોડે સાંણદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળીયા દેવના મંદીરમાં પણ જેગુઆર ગાડી ઘુસાડી હતી. જે અંગે સાંતેજ પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો.
કાર રેસિંગનો શોખીન
મળતી માહિતી મુજબ તથ્યના માતા નિલમ પટેલનું નિવેદન પણ ચોંકાવનારું છે. તેમણે કહ્યું છે કે તેમણે ઘણીવાર તથ્યને પાસે બેસાડીને કાર સ્પીડમાં ન ચલાવવા સમજાવ્યું હુતું. પરંતુ તે સમજતો જ નહતો અને મિત્રોને લઈને રોજ કાર લઈ ફરવા જતો હતો. તથ્યને કાર રેસિંગનો પણ શોખ હોવાથી તે પૂર ઝડપે કાર ભગાવતો હતો. પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્રની ટોકતી માતા નિલમબેનને પુત્રને બહુ બોલ બોલ ન કરવાનું પણ કહેતા. પિતાના આવા વર્તને જ પુત્રને બગાડ્યો હોવાનું જણાઈ આવે છે.
એક જ મહિનામાં 25 વખત નિયમો તોડ્યા
પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે તથ્ય પટેલે એક જ મહિનામાં એક કે બે નહીં પરંતુ 26 વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. બીજી બાજુ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના મોબાઈલ ફોનમાં 30તી વધુ પોલીસ અધિકારીના નંબર મળ્યા છે જે ચોંકાવનારું છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અને ભાઈ મોન્ટુ પટેલ જમીન લે વેચનો ધંધો કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે