અમદાવાદ : દશામાની મુર્તિઓની એવી સ્થિતી, ભક્તો ફરી ક્યારે આવી ભુલ નહી કરે
Trending Photos
અમદાવાદ: દશામાની મુર્તિઓને ઘરે જ પધરાવા માટેની અપીલ કરવામાં આવી હતી. લોકોએ માતાજીની મુર્તિઓને રસ્તા પર રઝળતી મુકી દીધી હતી. મુર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કર્ફ્યુનો કડક અમલ હોવા છતા લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મુર્તિઓ રઝળતી મુકી દીધી હતી. તળાવ નદી અને રિવરફ્રન્ટના કિનારે મુર્તિઓના ઢગલા રઝળતા જોવા મળી રહ્યા છે.
આનંદનગર નજીક આવેલા તળાવ પાસે બહાર જ લોકોએ મોટી સંખ્યામાં મુર્તિઓ મુકી હતી. જ્યારે કેટલાક લોકો તળાવમાં પધરાવતા જોવા મળ્યા હતા. જ્યારે શહેરનાં બ્રિજ પર પણ તેવી જ સ્થિતી હતી. પવિત્ર પુજાપા માટેના કળશની આસપાસ સેંકડો મુર્તિઓ લોકોએ મુકી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા લોકો મુર્તિઓ મુકીને જતા રહ્યા હતા.
જો કે સ્પષ્ટ રીતે પોલીસને ગાઇડ લાઇન અપાઇ નહોતી. લોકોને ઘરે મુર્તિ વિસર્જિત કરવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે રાત્રી કર્ફ્યું ઉપરાંત લોકોના એકત્ર થવા પર પણ પ્રતિબંધ હોવા છતા લોકો એકત્ર થયા હતા. જેના પગલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે