હિટ એન્ડ રન: કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળેબા નબીરાએ શ્રમજીવીનું જીવન બગાડ્યું
શિવરંજની ચાર રસ્તા નજીક રાત્રે 12.30 વાગ્યે ભયાનક અકસ્માત સર્જીને ફરાર થઇ જનાર પર્વ શાહ નામનો આરોપી હજર થયો છે. અત્રે ઉલ્લે્ખનીય છેકે, આ હિટ એન્ડ રન કેસમાં ફુટપાથ પર સુઇ રહેલી 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. જો કે અકસ્માત બાદ I20 કાર ચાલક ફરાર થયો હતો. આ ગાડી મીઠાખળી રહેતા શૈલેશ શાહ નામની વ્યક્તિની છે. કાર પર 9 ઇ મેમો ભરવાના બાકી છે. જો કે ગાડી ચલાવનારો વ્યક્તિ પર્વ શાહ (ઉ.વ 22) હોવાનું સામે આવ્યું છે. પર્વ શાહે N ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયો છે.
Trending Photos
અમદાવાદ: શિવરંજની ચાર રસ્તા નજીક રાત્રે 12.30 વાગ્યે ભયાનક અકસ્માત સર્જીને ફરાર થઇ જનાર પર્વ શાહ નામનો આરોપી હજર થયો છે. અત્રે ઉલ્લે્ખનીય છેકે, આ હિટ એન્ડ રન કેસમાં ફુટપાથ પર સુઇ રહેલી 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. જો કે અકસ્માત બાદ I20 કાર ચાલક ફરાર થયો હતો. આ ગાડી મીઠાખળી રહેતા શૈલેશ શાહ નામની વ્યક્તિની છે. કાર પર 9 ઇ મેમો ભરવાના બાકી છે. જો કે ગાડી ચલાવનારો વ્યક્તિ પર્વ શાહ (ઉ.વ 22) હોવાનું સામે આવ્યું છે. પર્વ શાહે N ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયો છે.
જો કે પર્વ શાહ એક સામાન્ય પરિવારમાંથી જ આવે છે અને પોતે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જો કે પર્વના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે કે, પર્વ જ્યારે શિવરંજની નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. જેના કારણે પર્વ ગભરાઇ જતા તેણે ગાડી ભગાવી હતી. જો કે વરસાદી વાતાવરણ હોવાનાં કારણે ગાડી પરનો કાબુ તે ગુમાવી દીધો હતો. સાઇડમાં રહેલા ફુટપાથ પર ગાડી ચડી ગઇ હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે 3 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે.
જો કે કારચાલક પર્વના પિતાનો દાવો છે કે, બે ગાડીઓ રેસ કરી રહી હોવાની વાત ખોટી છે. જો કે આ અકસ્માતને નજરે જોનારા લોકોનો દાવો છે કે ઇસ્કોન તરફથી ફિલ્મી સ્પીડે ગાડી આવી રહી હતી. અચાનક ગાડી ઝુંપડાઓમાં બેઠેલા વ્યક્તિઓ પર ચડી ગઇ હતી. જો કે આ અંગે પર્વ શાહે જણાવ્યું કે, અમે સિંધુ ભવનથી નિકળ્યાં. જો કે અમારી પાછળ એક ગાડી પડી હતી. જો કે તે ગાડી સિંધુ ભવનથી શિવરંજની સુધી અમારો પીછો કર્યો હતો. તે ગાડીએ શિવરંજની નજીક અમારી ગાડી દબાવવાનો પ્રયાસ કર્યો. જેના કારણે મારી ગાડી બેકાબુ થઇ હતી.
જો કે મોડી રાત્રે અકસ્માત થયા બાદ લોકો અમને મારવા માટે દોડતા અમે ભાગી ગયા હતા. અકસ્માત થયા બાદ શિવરંજની સુધી તેઓ ભાગીને ગયા હતા જ્યાંથી તેના પિતા તેને લઇ ગયા હતા. ત્યાંથી તેના ફઇના ઘરે તેઓ બેઠા હતા. ત્યાર બાદ પોલીસમાં હાજર થયા હતા. તે સિંધુ ભવન ખાતે મોડી રાત સુધી મિત્રો સાથે બેઠો હતો. વરસાદ હોવાના કારણે તેઓ રોકાઇ ગયા હતા. 12 વાગ્યાની આસપાસ તે ઘરે પરત ફરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે