અમદાવાદની હિચકારી ઘટના: સાસુ-સસરાએ ભેગા થઈ જમાઈને પીવડાવી દીધું એસિડ, આખરે ધરપકડ
રિસામણે બેઠેલી પત્નીને પરત લેવા ગયેલા પતિ પર હુમલો કરીને બળજબરી પૂર્વક એસિડ પીવડાવ્યું હતું. માધુપુરા પોલીસે પત્ની, સાસુ-સસરા સહિત ચાર લોકોની ધરપકડ કરી. કોણ છે પકડાયેલ હિંસક સાસરિયા પક્ષ?
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ઘર કંકાસમાં સાસરિયાએ જમાઈને એસિડ પીવડાવીને કરેલી હત્યા કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ કરી લીધી છે. રિસામણે બેઠેલી પત્નીને પરત લેવા ગયેલા પતિ પર હુમલો કરીને બળજબરી પૂર્વક એસિડ પીવડાવ્યું હતું. માધુપુરા પોલીસે પત્ની, સાસુ-સસરા સહિત ચાર લોકોની ધરપકડ કરી. કોણ છે પકડાયેલ હિંસક સાસરિયા પક્ષ?
પોલીસ ગિરફતમાં કાળા બુરખામાં ઉભેલા ચારેય આરોપીઓ હત્યાના ગુનાને અંજામ આપ્યો છે. યુવક રિસામણે બેઠેલી પત્ની લેવા ગયો અને સાસરિયાએ મારમારીને એસિડ પીવડાવી યુવકની હત્યા કરી દીધી. આ ચકચારી ધટના માધુપુરા વિસ્તારની છે. ધટનાની વાત કરીએ તો ગીતામંદિર પાસે રહેલા પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પા રિસાઈને પિયર જતી રહી હતી. તેને મનાવીને ઘરે પરત લાવવા પ્રહલાદભાઈ માધુપુરાના સાસરી ગયા હતા. તેઓને સપને ખ્યાલ નહિ હોય કે તેમનો આ અંતિમ દિવસ હશે. રિસાયેલી પત્નીને મનાવતા અચાનક પત્ની ઉશ્કેરાઈ ગઈ અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
આ ઝઘડાની અદાવતમાં પત્ની શિલ્પા સાસુ શકુ પરમાર, સસરા મનોજ અને કૌટુંબિક સાળા દિપક પરમારે પ્રહલાદભાઈને મૂઢ માર માર્યો હતો. જે બાદ ઘરની નીચે લઈ જઈ ચારેય લોકોએ ભેગા મળી પ્રહલાદભાઈને એસિડ પીવડાવી દીધું હતું. સારવાર દરમિયાન પ્રહલાદભાઈ મોત થતા હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે ગણતરીના કલાકો પત્ની સહિત ચારેય લોકોની ધરપકડ કરી લીધી છે.
મૃતક પ્રહલાદભાઈને એસિડ પીડાવાની હત્યા કર્યા બાદ સાસરિયા પક્ષ ફરાર થઈ ગયા હતા. માધુપુરા પોલીસે ચારેય આરોપીઓ અલગ અલગ સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. જોકે પોલીસ તપાસમાં મૃતક પ્રહલાદભાઈ અને પત્ની શિલ્પના લગ્ન 2010માં થયા હતા. તેઓને સંતાનમાં બે દીકરીઓ છે. બન્ને પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ અને પારિવારિક ઝઘડો ચાલતો હતો.
જેથી છેલ્લા એક મહિનાથી પત્ની શિલ્પા પોતાના પિયર માધુપુરા જતા રહ્યા હતા. મૃતક પ્રહેલાદ ભાઈ પત્નીને ઘરે પરત લાવવા અનેક પ્રયત્નો કર્યા પરતું પત્ની પરત નહિ આવતા પ્રહલાદભાઈ 11 ઓગસ્ટ રાત્રી પત્નીને લેવા જતા રહ્યા હતા. આજ રાત્રે પત્ની અને સાસરિયાએ મળીને એસિડ પીવડાવીને હત્યા કરી દીધી હતી. પકડાયેલ ચારેય આરોપી પોલીસની પૂછપરછમાં સહકાર આપતા નથી. સાથે જ બનાવને લઈ ગોળ ગોળ વાત કરી રહ્યા છે. ત્યારે પ્રહલાદભાઈને હત્યા માટે એસિડની બોટલ કોણ લઈને આવ્યું હતું. જેને લઈ આરોપીના રિમાન્ડ લઈ પૂછપરછ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે