અમદાવાદની આ હાઈસાઈઝ બિલ્ડિંગ પાસે NOC જ નથી, તપાસ કરતા ફાંડો ફૂટ્યો

NOC Action : 2022 પછી ફાયર એનઓસી લીધી ન હતી, ફાયર NOC ન હોવાથી સેવી સ્વરાજ, આકાંક્ષા ફ્લેટના ચેરમેન સામે FIR

અમદાવાદની આ હાઈસાઈઝ બિલ્ડિંગ પાસે NOC જ નથી, તપાસ કરતા ફાંડો ફૂટ્યો

Ahmedabad News : રજકોટમાં અગ્નિકાંડ ખેલાયા બાદ હવે તંત્ર જાગ્યું છે. હવે એનઓસીના ધાંધિયા બહાર આવ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં આવેલ એક કોમ્પ્લેક્સ પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદમાં ઠેર ઠેર મોટી મોટી ઈમારતો ઉભી કરાઈ છે. પરંતુ એનઓસી લેવાઈ નથી. એનઓસી વગરની ધમધમતી ઈમારતો અનેક છે. આવું કરવાથી માનવ જીવન જોખમાય છે. ત્યારે અમદાવાદની જગતપુર સેવી સ્વરાજ આકાંક્ષા ફ્લેટમાં તપાસ હાથ ધરાઈ હતી. આ ફ્લેટમાં ફાયર એનઓસી છે કે નહીં તે બાબતે તપાસ કરતા અગાઉ વર્ષ 2022 સુધી ફાયર એનઓસી હતી. ત્યારબાદ ફાયર એનઓસી લીધી ન હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જે લોકોની પૂછપરછ કરી તે લોકોએ ફાયર એનઓસી માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું સામે આવ્યુ હતું, 

પોલીસ ત્યાં પહોંચી ત્યારે જે લોકોની પૂછપરછ કરી તે લોકોએ ફાયર એનઓસી માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું સામે આવ્યુ હતું, પરંતુ એનઓસી વર્ષ 2022 બાદ લીધી ન હતી. જેથી સોસાયટીમાં રહેતા લોકોની જિંદગીને જોખમ થાય તેવું કૃત્ય કર્યું હોવાથી આ મામલે પોલીસે સેવી સ્વરાજ આકાંક્ષાના ચેરમેન, સેક્રેટરી, ટ્રેઝરર તથા કમિટીના સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગ છે. તેથી જો ઈમારતોમાં કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર. અમદાવાદમાં હજી કેટલી ઈમારતો એનઓસી વગર ધમધમે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news