Ahmedabad: ટોપ-10 ની યાદીમાં આવતો એસ્ટેટ બ્રોકર કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર?

સેટેલાઈટના એસ્ટેટ બ્રોકરના ભેદી ગુમ થવાના કેસમાં વળાંક આવ્યો છે. બ્રોકરની કાર અને મોબાઈલ બાદ ભાગીદારો પર આરોપ કરતી ચિઠ્ઠી મળી છે જેના પગલે પોલીસે નોટ કબજે કરી અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે આ બ્રોકરે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે. 
Ahmedabad: ટોપ-10 ની યાદીમાં આવતો એસ્ટેટ બ્રોકર કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર?

અમદાવાદ  : સેટેલાઈટના એસ્ટેટ બ્રોકરના ભેદી ગુમ થવાના કેસમાં વળાંક આવ્યો છે. બ્રોકરની કાર અને મોબાઈલ બાદ ભાગીદારો પર આરોપ કરતી ચિઠ્ઠી મળી છે જેના પગલે પોલીસે નોટ કબજે કરી અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે આ બ્રોકરે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે. 

અમદાવાદના સેટેલાઈટના પોશ વિસ્તારમાં આસાવરી ટાવરમાં રહેતા અને બોપલ વિસ્તારમાં એસ્ટેટ બ્રોકર તરીકે જાણીતા અશેષ અગ્રવાલ ભેદી સંજોગોમાં ગુમ બન્યાં છે.અશેષ અગ્રવાલના ગુમ થવાની તેમની પત્નીએ ફરિયાદ નોંધવતા સેટેલાઈટ પોલીસે બ્રોકરને શોધવા જુદી જુદી ટીમ બનાવી છે.આશેષના ગુમ થવા પાછળ તેના પરિવારે બંને ભાગીદારો પર આરોપ મૂક્યાં છે. 18 મેનાં રોજ લાપતા બનેલા અશેષ અગ્રવાલની કાર અને બે મોબાઈલ ફોન વસ્ત્રાપુરથી મળી આવ્યાં હતાં. અશેષે અંગ્રેજી ભાષામાં લખેલી ચિઠ્ઠીમાં પાર્ટનરો રિપલ પટેલ અને રોવીન દેસાઈ પર આક્ષેપો કર્યા હતા. 

આશેષ અગ્રવાલન આરોપ 
"હું માનસિક દબાણમાં છું કારણ કે અમુક લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે. મારા પાર્ટનર રિપલ પટેલ અને રોવિન દેસાઈ 7 વર્ષથી મારી સાથે કામ કરે છે પણ હવે તે મદદ કરતાં નથી. તેમણે હવે સહકાર આપવાનું બંધ કર્યું છે. આ મારા છેલ્લા શબ્દો છે અને જે બનશે તેના માટે તે લોકો જવાબદાર હશે. મે ભારે વ્યાજ ચૂકવ્યું છે અને અનેક લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે" 

બીજી તરફ અશેષે રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે અનેક રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે.. અશેષ એ અમદાવાદ ના  બિલ્ડર, ફેક્ટરી માલિકો અને વેપારીઓને રિયલ એસ્ટેટની સ્કીમ આપીને કરોડો રૂપિયા મેળવ્યાં હતાં.  અને આ નાણાં શેર બજારમાં ડબ્બો રમવા જતાં ડૂબ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

અશેષ અગ્રવાલ સેટેલાઈટના આસાવરી ટાવરમાં રહે છે. બોપલના સોબો સેન્ટરમાં પ્રોપર્ટી વર્લ્ડ નામે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે છેલ્લા દસેક વર્ષથી વ્યવસાય કરે છે. કોરોના કાળમાં રિઅલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા દોઢ વર્ષથી ઉતાર-ચઢાવની સ્થિતિ છે તેવા તબક્કે બોપલ અને આસપાસના વિસ્તારમાં મિલ્કતોના ખરીદ-વેચાણ માટે સક્રિય એસ્ટેટ બ્રોકરોમાં ટોપ-ટેનમાં ગણાતાં અશેષ અગ્રવાલ સાવ અચાનક જ ભેદી રીતે ગુમ થઈ ગયા હતા. સાથે જ સનસનાટી એ પણ મચી કે તે એક ઘણી જ મહત્વની ડાયરી સાથે ગુમ થયા છે. રિઅલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડાયરી સિસ્ટમ વ્યાપક બની છે. કોઈ પણ નવી સ્કીમ બનતી હોય ત્યારે બિલ્ડર તેમના ઓળખીતા લોકો પાસેથી રોકાણપેટે નાણાં મેળવે છે. પૈસાની આ લેવડદેવડનો હિસાબ એક ડાયરીમાં રાખવામાં આવતો હોય છે. અશેષ અગ્રવાલે બોપલ વિસ્તારની અનેક સ્કીમોમાં રોકાણ માટે નાણાં રોકાણકારો પાસેથી મેળવ્યાં હતાં. જે ડાયરી લઈને અશેષ ગુમ થઇ જતા અનેક બિલ્ડરોના કરોડો રૂપિયાનું ફેલકું ફેરવ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. 

હાલમાં સેટેલાઇટ પોલીસે અશેષ ના રહસ્યમય ગુમ થવાને લઈને જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે. સાથે જ બ્રોકરને ગુમ થવાના હાઈ વોલ્ટેજ  ડ્રામા કેસમાં  સેટેલાઈટ પોલીસે અંગ્રેજીમાં લખાયેલી ચિઠ્ઠી અશેષભાઈએ જ લખી છે કે કેમ તે અને તેમણે કરેલા આક્ષેપોના તથ્યો શું છે.. તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news