મામલતદાર કચેરીએથી જાણ કરાયા બાદ જ શ્રમિકો વતન જવા ઘરની બહાર નીકળેઃ જિલ્લા કલેક્ટર
કલેકટરએ જણાવ્યું કે શ્રમિકો દ્વારા નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે. અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે.
Trending Photos
અમદાવાદઃ લૉકડાઉનને કારણે ગુજરાત અને અમદાવાદથી અનેક શ્રમિકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોની વાપસીને લઈને જિલ્લા કલેક્ટર કે.કે.નીરાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. જિલ્લા કલેકટરે કહ્યુ કે, શ્રમિકો મામલતદાર કચેરીથી સંપર્ક કરવામાં ન આવે ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. અમદાવાદ જિલ્લામાં વસતા અને વતન જવા માગતાં તમામ શ્રમિકો ધીરજ રાખે. રાજ્ય સરકારની સૂચના અનુસાર જિલ્લા પ્રશાસન શ્રમીકોને તેઓના વતન પહોંચાડવા કાર્યરત છે.
કલેકટરએ જણાવ્યું કે શ્રમિકો દ્વારા નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે. અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે.
કલેક્ટરએ શ્રમિકોને અપીલ કરતા કહ્યું કે, જે તે વિસ્તારની મામલતદાર કચેરી એથી શ્રમિકોને જણાવવામાં આવે ત્યારબાદ જ તેઓ ઘર છોડી જણાવવામાં આવેલી જગ્યાએ પહોંચે. શ્રમિકોના હેલ્થ ચેકઅપ બાદ તેઓને બસ મારફત સમયસર રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવશે અને તેઓ સુરક્ષિત વતન ભણી પ્રવાસ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે