મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ...

સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ 1 કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરવામાં આવ્યો

મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ...

ગૌરવ પટેલ/અમદાવાદ :સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ 1 કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટરે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે. સુખભાદર ડેમના દરવાજા ખોલી દેવાતા હાઈવે પર પાણીનો ફ્લો વધ્યો છે. જેને કારણે મહત્વનો એવો સ્ટેટ હાઈવે બંધ થયો છે. હાઈવે બંધ થતા હજારો વાહનો અટવાયા છે. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ધંધુકાના આ હાઈવે પર રોજના લાખો લોકો અવરજવર કરતા હોય છે. તેથી જો તે બંધ રહે તો મોટી અસર થઈ શકે છે. 

નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું  

— Ahmedabad Collector (@CollectorAhd) August 31, 2020

પાળીયાદ આવેલ સુખભાદર ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. સુખભાદર ડેમ પાળીયાદ ખાતે આવેલો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે 11 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણવાળા ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. તો ઉમરાળા, અલમપુર, રાણપુર, કનારા, નાગનેશ, દેવળીયા ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ પહેલા 24 ઓગસ્ટના રોજ ડેમ ઓવરફ્લો થયો હતો. 

ગુજરાતમાં વરસાદના અન્ય અપડેટ્સ :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news